નરેન્દ્ર મોદીને મળવા દિલ્હીથી પગપાળા પહોંચ્યો ગુજરાત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના દિવાનાઓની કમી નથી. દિલ્હીની દીન દયાળ ઉપાધ્યાય કોલેજનો એક વિદ્યાર્થી મહેન્દ્રને ન જાણે શું થયું તે નરેન્દ્ર મોદીને મળવા માટે ગુજરાત પગપાળા નિકળી પડ્યો, રાત-દિવસ પગપાળા ચાલ્યો અને અંતે તેમને મળીને જ રહ્યો.

દિવાનગી પણ એવી કે મહેન્દ્રએ નરેન્દ્ર મોદીને મળવા માટે લગભગ હજાર કિલોમીટરની યાત્રા પગપાળા કરી દિધી, એટલા માટે હવે કોલેજમાં મોદીની સાથે પોતાનો ફોટો પડાવી તે પોતાના મિત્રોને પણ બતાવી રહ્યો છે કે કેવી રીતે તેની મુલાકાત પોતાના હિરો સાથે થઇ. મહેન્દ્રએ જણાવ્યું કે હું મોદીજીને મળ્યો. મેં તેમને જણાવ્યું હું કેમ આવ્યો છું. તેમણે પૂછ્યું કેવી રીતે આવ્યો છો, તો મૈં કહ્યું કે પગપાળા...તો તેમણે આશ્વર્યજનક કહ્યું પગપાળા.

બીકોમ ફાઇનલ ઇયરના વિદ્યાર્થી મહેન્દ્રએ મોદી ફૉર પીએમની ટી શર્ટ પહેરીને 10 માર્ચના રોજ પોતાના સફરની શરૂઆત કરી અને 12 દિવસમાં હજાર કિલોમીટરની સફર પાર કરી લીધી. ગાંધીનગર પહોંચ્યા બાદ પણ મંજીલ સરળ ન હતી. તેણે હાર ન માની અને અંતે તેને નરેન્દ્ર મોદી સાથે મળવામાં સફળતા મળી ગઇ.

narendra-modi

મહેન્દ્રએ જણાવ્યું હતું કે જ્યારે હું પહેલાં દિવસે ગયો, સચિવાલયમાં મેં જણાવ્યું જે મારે નરેન્દ્ર મોદીજીને મળવું છે, તો મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેમ મળવું છે. પછી મેં તેમને મારો પત્ર બતાવ્યો, ખબર પડી કે મોદીજી દિલ્હીમાં હતા. હું રેલવે સ્ટેશન પર સુઇ ગયો. પછી બીજા દિવસે ગયો અને મારી કિસ્મત સારી હતી કે મને તે મળી ગયા. કોલેજના પ્રોફેસર ડૉ.એચસી જૈનનું કહેવું છે કે આ તેની લગન હતી અને અમને ખુશી છે કે તેની મહેનત સફળ રહી.

English summary
youth coming Delhi to Gujarat by walk for meet Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X