For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Monkeypox: કેરળમાં મંકીપૉક્સ જેવા લક્ષણોવાળા દર્દીનુ મોત, UAEથી પાછો આવ્યો હતો ઘરે

કેરળમાં મંકીપૉક્સ જેવા લક્ષણો ધરાવતા એક દર્દીનુ મોત થયુ હતુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેરળમાં મંકીપૉક્સ જેવા લક્ષણો ધરાવતા એક દર્દીનુ મોત થયુ હતુ. મૃત્યુની તપાસ માટે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યુ કે યુવક તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતથી પરત ફર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યુ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં કેમ વિલંબ થયો તેની તપાસ કરવામાં આવશે.

monkeypox

મંકીપોક્સ જેવા લક્ષણો સાથે મૃત્યુ પામનાર યુવક કેરળના થ્રિસુર જિલ્લાના ચાવક્કડ કુરંજીયુરનો રહેવાસી હતો. તે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી ઘરે પરત ફર્યો હતો અને કથિત રીતે મંકીપૉક્સના લક્ષણોથી પીડાતા એક દિવસ પહેલા તેનુ મૃત્યુ થયુ હતુ. રવિવારે કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યુ હતુ કે યુવકને ગંભીર થાક અને એન્સેફાલીટીસ જેવા લક્ષણોનો વિકાસ થયા બાદ થ્રીસુરમાં સારવાર કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યુ કે મંકીપૉક્સ કોઈ જીવલેણ રોગ નથી. જ્યોર્જે કહ્યુ કે દર્દીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. હજુ તપાસ રિપોર્ટ આવ્યો નથી.

સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે વધુમાં કહ્યુ કે જ્યારે તે 21 જુલાઈના રોજ કેરળ આવ્યો હતો તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં કેમ વિલંબ થયો તેની તપાસ કરવામાં આવશે. વળી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ 78 દેશોમાં અત્યાર સુધીમાં મંકીપૉક્સના 18,000થી વધુ કેસ નોંધાયા છે. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે ગુરુવારે કહ્યુ કે મંકીપૉક્સના પ્રકોપને રોકવા માટે વૈશ્વિક સમાજના સહકારની જરૂર છે. આ રીતે જ ચેપને નિયંત્રિત કરી શકાય છે.

English summary
Youth dies with Monkeypox like symptoms dept inquiry start by Kerala health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X