ઉજ્જૈનમાં યુવકોએ પાકિસ્તાન-તાલિબાનના સપોર્ટમાં લગાવ્યા નારા, ચાર આરોપીની ધરપકડ
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના જીવાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની ગીતા કોલોનીમાં દેશ વિરોધી નારા લગાવવાના મામલામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક યુવાનોએ ગુરુવારે રાતે દેશવિરોધી નારા લગાવ્યા હતા જે બાદ પોલીસે તરત જ રાજદ્રોહના મામલામાં ચાર યુવાનોની ધરપકડ કરી લીધી છે.

દેશદ્રોહની કલમમાં મામલો નોંધાયો
આખા પ્રકરણમાં બે ડઝનથી વધુ લોકો વિરુદ્ધ દેશદ્રોહના કાયદા અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. સાત નામજદ કેસ છે. આરોપીઓએ ત્યાં હંગામો પણ મચાવ્યો હતો. એવામાં મોડી રાત સુધી ગીતા કોલોની અને ખજૂર વાળી મસ્જિદ વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું. સેષ આરોપીઓની તલાશમાં તેમના સંભાવિત ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા
મીડિયા સાથેની વાતચીતમાં અમરેંદ્ર સિંહે જણાવ્યું કે ઘટના ગીતા કોલોનીની છે. જ્યાં બડે સાહબને ત્યાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ લોકો આવ્યા હતા. અચાનક બે ડઝનેક યુવાનોએ વિરોધી નારા લગાવવા શરૂ કરી દીધા. ત્યાં સુરક્ષા વ્યવસ્થામાં પોલીસકર્મી પણ તૈનાત હતા. આરોપી યુવક પાકિસ્તાન અને તાલિબાનના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા હતા.

એડીજી યોગેશ દેશમુખ ઘટના સ્થળે પહોંચ્યા
વર્ગ વિશેષના લોકો દ્વારા દેશ વિરોધી નારા લગાવવાની સૂચના પર ખુદ એડીજી યોગેશ દેશમુખ, એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લ ઘટના સ્થળે પહોંચ્યા અને દેશ વિરોધી નારા અને હંગામાના સીસીટીવી ફુટેજ ખંગાળ્યા. જો કે પોલીસ દેશ વિરોધી નારાની પુષ્ટિ નથી કરી રહી. જફર ઉર્ફ ડૈની આટોવાલા, રાજૂ લાઈટવાલા, અનીસ બાઈ, અજીજ ભાઈ, આરુન કુરૈશીનો ભાણેજ, અજ્જૂ, શાનૂ, શબ્જીમંડી વાળા સહિત બે ડઝન લોકો સામે મામલો નોંધવામાં આવ્યો છે.