દિકરીના પ્રેમીનું ગુપ્તાંગ કાપી, ગળુ દબાવી કરી હત્યા
બિહારના પટનામાંથી એક નિર્દયી અને ભયંકર હત્યાના સમાચાર મળી રહ્યાં છે . એક છોકરીને પ્રેમ કરવાની સજા આટલી ભયંકર હોઇ શકે છે. આ વાત યુવકે કદાચ પ્રેમ કરતા પહેલા વિચારી નહીં હોય. પોતાની પ્રેમિકાને મળવા પહોંચેલા એક યુવકને યુવતીના પરિજનોએ ઘેરી લીધો અને મારમાર્યો. ત્યારબાદ યુવકનું ગુપ્તાંગ કાપી, ગળુ દબાવી હત્યા કરી નાખી. વાત આટલેથી જ નથી અટકતી ત્યારબાદ યુવકના મૃતહેદને અરહરના ખેતરોમાં ફેંકી દીધો.

અરહરના વિસ્તારોમાં મૃતદેહ મળતા જ ગામમાં હાહાકાર મચી ગયો હતો. યુવકના ગળા પર ધારદાર હથિયારથી હુમલો અને ત્યારબાદ ગુપ્તાંગ કાપીને ભયાનક રીતે હત્યા કરવાની જે વાત સામે આવી રહી છે, તેનાથી સાફ સાબિત થાય છેકે હત્યા ઘણાં જ આક્રોશમાં આવીને કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે મૃતકની ઓળખ અનિલ તરીકે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અનિલ પરિવારનો મોટો દિકરો હતો. જે પતાર બજારના એક ટેંટમાં કામ કરતો હતો. ઘટનાની આગલી રાત્રે અનિલ કશિલા ગામમાં ટેંટ લગાવીને ઘરે ગયો હતો, અને થોડા સમય બાદ તે ટેંટના કામથી પાછો જતો રહ્યો હતો.
વહેલી સવારે પરિજનોને મૃતદેહ ખેતરોમાં પડ્યો હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ આ હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર છે. પોલીસે તે દીશામાં તપાસ હાથ ધરી છે, સમાચાર છેકે જે યુવતીને આ યુવક પ્રેમ કરતો હતો તેના પરિજનો ફરાર છે.












Click it and Unblock the Notifications
