ગુસ્સે ભરાયેલા યુવકે નીતીશ પર ખુરશી ફેંકી

નીતીશ કુમારે આ ઘટના પાછળ વિપક્ષનો હાથ હોવાનું જણાવ્યું છે. નીતીશે કહ્યું છે કે, ખુરશી ફેકંનાર યુવક રાષ્ટ્રીય જનતા દળનો કાર્યકર્તા છે. જો કે, નીતીશના દાવાની હજૂ સુધી પૃષ્ઠી થઇ શકી નથી. આ પહેલાં નીતીશે કહ્યું હતું કે પ્રદર્શન દરમિયાન હિંસા કરવી રાજકીય સંસ્કૃતિ બની ગઇ છે. નોંધનીય છે કે નીતીશ બિહારને વિશેષ રાજ્યનો દરજજો અપાવવાની માગ સાથે રાજ્યભરમાં રેલી કરી રહ્યાં છે.
કોંટ્રેક્ટ પર રખાયેલા શિક્ષક નીતીશ વિરુદ્ધ જોરદાર વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે. નીતીશ જ્યાં-જ્યાં જાય છે શિક્ષક પહેલાં જ ત્યાં પહોંચી જાય છે. જો કે, ખગડિયાંમાં નીતીશના કાફલા પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ પહેલાં પ્રદર્શનકારીઓ ભડકી ગયા અને તેમણે નીતીશના કાફલામાં જઇ રહેલી ત્રણ ગાડીઓને સળગાવી હતી. સાથે જ ડીએમની ઓફિસને સળગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
