For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર યુવાસેનાએ પેટ્રોલ પંપો પર લગાવ્યા બેનર, લખ્યુ - 'શું આ જ છે સારા દિવસ'

પેટ્રોલ-ડીઝલના આકાશને આંબતા ભાવો માટે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પેટ્રોલ-ડીઝલના આકાશને આંબતા ભાવો માટે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. વધતા ભાવોના કારણે શિવસેનાની યુવા શાખા યુવા સેનાએ મુંબઈ સ્થિત બાંદ્રા(વેસ્ટ)ના વિવિધ પેટ્રોલ પંપો અને રસ્તાના કિનારે 'શું આ જ છે સારા દિવસ' ના બેનર લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે પહેલા 12 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધ્યા જેના કારણે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી.

petrol

સોમવારની વાત કરીએ તો આજે દિલ્લીમાં પેટ્રોલની કિંમત 90.58 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલની કિંમત 80.97 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, મુંબઈમાં પેટ્રોલ 97.00 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.06 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. કોલકત્તામાં પેટ્રોલ 91.78 રૂપિયા જ્યારે ડીઝલ 84.56 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઈ રહ્યુ છે. વળી, ચેન્નઈમાં પેટ્રોલ 92.59 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.98 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઈ રહ્યુ છે. અમદાવાદમાં પેટ્રોલ 87.74 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.27 રૂપિયા પ્રતિ લિટર છે.

વળી, કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલના વધતા ભાવો પાછળ કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ગણાવી છે. એક સમાચારમાં છપાયેલા સમાચાર મુજબ ક્રૂડ ઓઈલના ભાવોમાં થઈ રહેલ ભાવ વધારા પાછળનુ કારણ એ છે કે ક્રૂડ ઓઈલનો પુરવઠો પૂરો પાડનાર દેશોએ કોરોના મહામારીના કારણે પુરવઠો સીમિત કરી રાખ્યો હતો જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો.

બિગ બૉસ-14ની વિનર બની રૂબીના દિલેક, રાહુલ વૈદ્ય રહ્યા રનરઅપબિગ બૉસ-14ની વિનર બની રૂબીના દિલેક, રાહુલ વૈદ્ય રહ્યા રનરઅપ

English summary
Youth wing of Shiv Sena 'Yuva Sena'puts up banners stating 'Yahi hai acche din?'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X