For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને કરી હતી હત્યા, ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો

વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા કરી દેવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં આની પુષ્ટિ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા કરી દેવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં આની પુષ્ટિ કરવામાં આવી છે. રિપોર્ટ જણાવે છે કે વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમમાં તેમના શરીર પર ચાકૂના સાત ઘા મળ્યા છે. વાયએસઆરસીપી દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યુ છે કે પોસ્ટમોર્ટમના પ્રારંભિક નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યુ છે કે વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા કરી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેમના શરીર પર કોઈ ધારદાર વસ્તુથી સાત વખત વાર કરવામાં આવ્યા હતા.

ysr

કડપ્પાના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યુ કે અમે એએસપી ઑપરેશનની આગેવાનીમાં એક એસઆઈટીની રચના કરી છે. જે ટીમનું નેતૃત્વ કરશે અને હત્યાની તપાસ કરશે. અમે આંગળીઓના નિશાન અને અન્ય ફોરેન્સિક પુરાવા ભેગા કરી છે. પીડિતના માથા અને જમણા હાથ પર સાત ઉંડા ઘા છે. પોલિસ અનુસાર ટીમ હત્યાની પાછળના કારણો જાણવાની કોશિશ કરી રહી છે અને સાક્ષીઓની તપાસ કરવામાં આવી રહી છે. એસઆઈટી એ પણ જોઈ રહી છે કે વિવેકાનંદ રેડ્ડી પોતાના મોતના 24 કલાક પહેલા કરી રહ્યા હતા. તે એ ઘટનાઓના અનુક્રમને ફરીથી સંગઠિત કરવાની કોશિશ કરી રહ્યા છે જેના કારણે વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા થઈ છે.આ મામલે વાયએસઆર કોંગ્રેસ નેતા વિજય સાઈ રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડુ પર આરોપ લગાવતા કહ્યુ કે ચંદ્રબાબુ નાયડુ હત્યાના રાજકારણમાં વિશ્વાસ કરે છે. અમારુ માનવુ છે કે ચંદ્રબાબુ નાયડુ, તેમના પુત્ર અને આદિત્યનારાયણ રેડ્ડીનો આ હત્યામાં હાથ છે. અમે નિષ્પક્ષ સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. વળી, આ મામલે સીએમ નાયડુએ કહ્યુ કે પુરાવા નષ્ટ કરવા એ નિશ્ચિત રૂપે એક ગુનો છે. હવે તે (વાયએસઆર કોંગ્રેસ) સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સીબીઆઈને કેસ આપવામાં આવ્યા તો કેન્દ્ર તેમને બચાવી લેશે. જો રાજ્યની પોલિસ તપાસ કરશે તો ગુનેગાર પકડાઈ જશે.

તમને જણાવી દઈએ કે વિવેકાનંદ રેડ્ડી (68) ગુરુવારે પોતાના ઘરે શંકાસ્પદ સ્થિતિમાં મૃત મળી આવ્યા હતા. તેમના પર્સનલ સહાયક કૃષ્ણા રેડ્ડીની ફરિયાદ પર પોલિસે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ 174 હેઠળ અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે વિવેકાનંદ રેડ્ડી ગુરુવારે મયદુકુરુ વિધાનસભા વિસ્તારમાં વાયએસઆરસી ઉમેદવાર એસ રઘુરામી રેડ્ડી માટે એક ચૂંટણી અભિયાન કરીને ઘરે પાછા આવ્યા હતા. ત્યારબાદ તેમનુ મોત થઈ ગયુ. તેમના પર્સનલ સહાયકે વૉશરૂમમાં તેમને મૃત હાલતમાં જોયા. તે પોતાના પુલિવેંદુલા ઘરમાં એકલા રહેતા હતા. તેમના પત્ની પોતાની પુત્રી અને જમાઈ સાથે અમેરિકામાં હતા. વિવેકાનંદ આંધ્રપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડીના નાના ભાઈ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની તેમજ એક પુત્રી છે. તેમની પુત્રી સુનિથા અમેરિકામાં ડૉક્ટર છે.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદ હુમલામાં 49ના મોત, ભારતીય મૂળના 9 લોકો ગાયબઆ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદ હુમલામાં 49ના મોત, ભારતીય મૂળના 9 લોકો ગાયબ

English summary
YSR Congress leader Vivekananda Reddy was stabbed to death, confirms forensic report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X