યુવરાજને પદ્મ શ્રી, કમલ તથા પરેશને પદ્મ વિભૂષણ : 126ને મળશે પદ્મ પુરસ્કાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 25 જાન્યુઆરી : ટીમ ઇન્ડિયાના ધાકડ બૅટ્સમૅન યુવરાજ સિંહ સહિત ભારતના 126 લોકોને પદ્મ ઍવૉર્ડથી સન્માનવામાં આવશે. યુવરાજને પદ્મ શ્રી, અભિનેતા કમલ હસન અને પરેશ રાવલને પદ્મ વિભૂષણ વડે સન્માનવામાં આવશે.

yuvraj-kamal-hassan-paresh
વૈજ્ઞાનિક આર એ માશેલકરને ભારતના વિજ્ઞાન તથા ટેક્નોલૉજી ક્ષેત્રે ફાળા બદલ આ સન્માન આપવામાં આવશે. માશેલકર વડાપ્રધાન તથા કેન્દ્રીય વિજ્ઞાન સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચુક્યાં છે. ક્રિકેટ, બૉલીવુડ સાથે સંકળાયેલી હસ્તીઓ ઉપરાંત આ સન્માન પામનારાઓમાં કવિ અશોક ચક્રધરનો પણ સમાવેશ થાય છે.

ઉપરાંત દિલ્હી ગૅંગ રેપ બાદ રેપ કાનૂનમાં પરિવરત્ન કરનાર જસ્ટિસ જે એસ વર્માને મરણોપરાંત આ પુરસ્કાર વડે સન્માનવામાં આવશે. લેખક નરેન્દ્ર અચ્યુત દાભોલકર તથા યૂપીએસસીના ભૂતપૂર્વ સભ્ય પ્રવીણ તલ્હાને પણ આ પુરસ્કાર આપવામાં આવશે. આ વખતે પદ્મ સન્માન પામનારાઓમાં 26 મહિલાઓ છે. ભારતનું આ શ્રેષ્ઠ નાગરિક સન્માન છે કે જે પદ્મ શ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. તેની જાહેરાત પ્રજાસત્તાક દિવસ પ્રસંગે કરવામાં આવે છે.

English summary
The government is set to announce the Padma awards today, ahead of Republic Day. On Saturday afternoon, it was announced that cricketer Yuvraj SIngh has been conferred with Padma Shri award.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.