For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Zika Virus: કર્ણાટકમાં ઝીકા વાયરસનો પહેલો કેસ આવ્યો સામે, 5 વર્ષની બાળકી પૉઝિટિવ, જાણો કારણ, લક્ષણો અને સારવાર

દેશમાં ઝીકા વાયરસના પહેલા કેસની પુષ્ટિ કરવામાં આવી છે. કર્ણાટકના રાયચૂરમાં પાંચ વર્ષની બાળકીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Zika Virus: કર્ણાટકના રાયચૂરમાં ઝીકા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. પાંચ વર્ષની બાળકીમાં ઝીકા વાયરસના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે. સુધાકરે જણાવ્યુ કે પૂણે લેબના રિપોર્ટ મુજબ પાંચ વર્ષની એક બાળકીમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે અને તેને સાવચેતીના પગલા લેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં આ પહેલો કેસ છે અને સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. અમારો વિભાગ આને સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.'

લોકો માટે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે

લોકો માટે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે

મીડિયા સાથે વાત કરીને કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે જણાવ્યુ કે, 'ત્રણ નમૂના 5 ડિસેમ્બરે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ 8 ડિસેમ્બરે આવ્યા હતા. રિપોર્ટ મુજબ બે સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને એક ઝિકા પોઝીટીવ આવ્યો હતો. સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. લોકો માટે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.' સુધાકરે વધુમાં જણાવ્યુ કે, 'થોડા મહિનાઓ પહેલા કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝીકા વાયરસના કેસ મળી આવ્યા હતા. કર્ણાટકમાં આ પહેલો કેસ છે. સરકાર સાવચેતી રાખી રહી છે અને પડોશી જિલ્લાઓમાં સર્વેલન્સ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ચેપના શંકાસ્પદ કેસ ધરાવતી કોઈપણ હૉસ્પિટલને ઝીકા વાયરસના પરીક્ષણ માટે નમૂના મોકલવા પણ કહેવામાં આવ્યુ છે.'

ઝીકા વાયરસના કારણો અને લક્ષણો

ઝીકા વાયરસના કારણો અને લક્ષણો

ઝીકા વાયરસના કારણો

  • ઝીકા વાયરસ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે વધુ સક્રિય હોય છે. જો કે, તે રાતે પણ કરડી શકે છે.
  • આ ઉપરાંત યૌન સંબંધથી અને બ્લડ ટ્રાન્સફ્યુઝનથી પણ આ વાયરસ ફેલાય છે.
  • આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
  • આ વાઈરસથી થતુ ઈન્ફેક્શન ખતરનાક છે. દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની પણ સંભાવના રહે છે.

ઝીકા વાયરસના લક્ષણો

  • ઝીકા વાયરસના પ્રારંભિક લક્ષણોમાં તાવ, સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, શરીર પર ફોલ્લીઓ થવી અને ઉલ્ટીનો સમાવેશ થાય છે.
  • સગર્ભા સ્ત્રીઓ આ વાયરસથી સૌથી વધુ જોખમ છે કારણ કે તેઓ ઝીકા વાયરસ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
ઝીકા વાયરસથી બચાવના ઉપાય અને સારવાર

ઝીકા વાયરસથી બચાવના ઉપાય અને સારવાર

ઝીકા વાયરસથી બચાવના ઉપાય

  • સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
  • ઘરની આસપાસ સાફ-સફાઈ રાખવી.
  • અસુરક્ષિત યૌન સંબંધ ન બનાવવા.
  • ટૉયલેટ સીટ ઢાંકીને રાખવી.
  • આખી બાયના કપડા પહેરવા.
  • કોઈ પણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવવુ.
  • સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવા પર તરત જ હાથને સાબુથી ધોઈ લેવા અને કપડાં પણ બદલી દેવા અને ધોઈ લેવા.

ઝીકા વાયરસનો ચેપ લાગે તો શું કરવુ?

  • ઝીકા વાયરસનો કોઈ પણ વ્યક્તિમાં એક સપ્તાહ સુધી રહે છે.
  • જો તમને આ વાયરસના કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ પોતાના ડૉક્ટરનો સંપર્ક કરો અને બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કરાવો.
  • ગર્ભવતી મહિલાઓમાં જો આ લક્ષણ દેખાય તો તેણે તરત જ પોતાની તપાસ કરાવવી જોઈએ.
  • આ દરમિયાન પ્રવાહી વધુ લેવુ. જેમાં પાણી, કૉફી અને જ્યૂસ વગેરે સામેલ છે.

English summary
Zika virus first case reported from Raichur in Karnataka, Know causes, symptoms and treatment here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X