કોબરા સાપની સાથે સંઘર્ષમાં જીવ ગુમાવી બેઠો વાઘ

ઇન્દોર, 27 ડિસેમ્બર: જંગલો રાજા કહેવામાં આવતા વાઘને કોબરાએ મોત ઘાટ ઉતારી દિધો. ઇન્દોરના કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં એક સફેદ ટાઇગરનું કોબરા સાપ કરડવાથી મોત નિપજ્યું છે. આ સફેદ ટાઇગર ભલાઇથી ઇંદોર લાવવામાં આવ્યો હતો.

સફેદ ટાઇગરને કોબરાએ શનિવારે સવારે કરડ્યો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે જંગલની પાસેથી વાઘના પાંજરામાં કોઇ કોબરા સાપ આવી ગયો. ત્યારે કોબરા અને ટાઇગર વચ્ચે સંઘર્ષમાં ટાઇગરને કોબરાએ ડંખ મારી લીધો.

તો બીજી તરફ પ્રાણીસંગ્રહાલયને આ ઘટનાની જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી મોત નિપજ્યું. જો કે કોબરાના કરડ્યા બાદ ટાઇગર પાંજરામાં ઝડપથી આંટા મારવા લાગ્યો હતો. તેને ઝડપથી આંટા મારતા જોઇ ઝૂ કર્મીએ પાંજરું ખોલી દિધું. પરંતુ પાંજરું ખોલતી વખતે રાકેશે ઘાયલ કોબરાને પાંજરામાં પડેલો જોયો. ત્યારે પાંજરું ખોલ્યાના થોડીવાર પછી ટાઇગર અચાનક પડી ગયો અને તેનું મોત નિપજ્યું.

tiger

પ્રાણી સંગ્રહાલયના પ્રભારી ઉત્તમ યાદવનું કહેવું છે કે ટાઇગર રજ્જન કોબરાથી બચવા માટે સંઘર્ષ કર્યો પરંતુ કોબરાએ ટાઇગરને કરડી લીધો જેથી ઝેર ફેલાઇ ગયું. તો બીજી તરફ કોબરાને ડબ્બામાં બંધ કરીને રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ટાઇગરનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પ્રાણીસંગ્રહાલયમાં જ તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X