ધોની એશિયા કપમાંથી બહાર, કોહલી સંભાળશે કમાન

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 20 ફેબ્રુઆરી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાઇડ સ્ટ્રેનના લીધે બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર એશિયા કપમાંથી બહાર થઇ ગયા છે. મહેન્દ્ર સિંહ ધોનીની ઇજાના લીધે હવે તે એશિયા કપ રમશે નહી. ડૉક્ટરોએ મહેન્દ્ર સિંહ ધોનેને દસ દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે.

મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં વિરાટ કોહલી ટીમનું નેતૃત્વ કરશે. મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ દિનેશ કાર્તિકને વિકેટ કિપરની જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઇએ ગુરૂવારે જાહેર કરેલા પોતના નિવેદનમાં આ જાણકારી આપી હતી. બીસીસીઆઇના અનુસાર મહેન્દ્ર સિંહ ધોની 10 દિવસોના સુધાર કાર્યક્રમમાં ભાગ લેશે.

બીસીસીઆઇએ કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોનીને ન્યૂઝિલેડની સાથે રમવામાં આવેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન સાઇડ સ્ટ્રેન થયું હતું. ભારતીય ટીમ ગુરૂવારે ન્યૂઝિલેન્ડથી સ્વદેશ પરત ફરશે. તે ન્યૂઝિલેન્ડમાં એકપણ મેચ જીતી શક્યા નથી. એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ 26 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશની સાથે છે. આ ટૂર્નામેન્ટ 8 માર્ચના રોજ પુરી થશે અને આઇસીસી ટ્વેન્ટી-20 કપનું આયોજન 21 માર્ચથી બાંગ્લાદેશમાં થશે.

dhoni-virat

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપને 'નિંદા યોગ્ય' ગણાવી છે જ્યારે રાહુલ દ્રવિડે તેમને રક્ષાત્મક કેપ્ટન ગણાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં વિદેશોમાં જે 23 ટેસ્ટ મેચ રમવામાં આવી છે તેમાંથી 11માં હાર મળી છે જ્યારે સાત મેચ ડ્રો રહી છે.

એશિયા કપમાં ભારત પોતાની પ્રથમ મેચ મેજબાન બાંગ્લાદેશ સાથે 26 ફેબ્રુઆરીના રોજ ફતુલ્લાહમાં રમશે. ત્યારબાદ તે 28 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકા, 2 માર્ચના રોજ ચિર પ્રતિદ્રંદ્રી પાકિસ્તાન અને પાંચ માર્ચના રોજ અફઘાનિસ્તાન સાથે ટકરાશે.

એશિયા કપ માટે ભારતીય ટીમ આ પ્રકારે છે: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, દિનેશ કાર્તિક, અંજિક્ય રહાણે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, ભુવનેશ્વર કુમાર, મોહંમદ શમી, ઇશ્વર પાંડે, અમિત મિશ્રા અને વરૂણ આરોન.

English summary
Indian skipper MS Dhoni has been ruled out of the forthcoming Asia Cup to be played in Bangladesh, due to a side strain.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.