For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધંધાકીય અદાવતમાં અથડામણ : MLAના ભાઈ સહિત ત્રણ ઘાયલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સોમવારના રોજ નાયરા એનર્જી લિમિટેડની બહાર ધંધાકીય અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં જામનગર ભાજપના ધારાસભ્યના નાના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી.

|
Google Oneindia Gujarati News

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સોમવારના રોજ નાયરા એનર્જી લિમિટેડની બહાર ધંધાકીય અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં જામનગર ભાજપના ધારાસભ્યના નાના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી. રેવતુભા જાડેજા (50) પાસે બાંધકામ સામગ્રી જેવી કે ઈંટો, રેતી અને અન્ય વસ્તુઓ નાયરા એનર્જીને સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ છે.

clash

સોમવારની બપોરે રેવતુભા અને તેમના સાથી જુવાનસિંહ જાડેજા કંપનીમાં બાંધકામ સામગ્રીના સપ્લાયની દેખરેખ કરી રહ્યા હતા, ત્યારે જામનગર ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના નાના ભાઈ રાજભા જાડેજા (56) અને તેના માણસોએ બંને પર હુમલો કર્યો હતો.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જેના જવાબમાં રેવતુભા અને તેના માણસોએ હરીફ જૂથ પર પણ લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આગળની અથડામણમાં રાજભા, રેવતુભા અને જુવાનસિંહને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે રાજભાને જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે રેવતુભા અને જુવાનસિંહને પહેલા જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રેવતુભાએ બાદમાં જામનગરમાં મીડિયાને જણાવ્યું કે, ધારાસભ્યના ભાઈ રાજભા તેમના પર બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ છોડી દેવા દબાણ કરી રહ્યા હતા. કારણ કે, તેઓ કંપની સાથે બિઝનેસ કરવા માંગતા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, રાજભા તેને આ જ મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી ધમકીઓ આપી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, બંને જૂથોએ એકબીજા સામે ક્રોસ ફરિયાદો નોંધાવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

English summary
clash over business rivalry : Three injured, including MLA's brother.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X