જીજી હોસ્પિટલના ICUમાં લાગી ભીષણ આગ, દર્દીને સુરક્ષિત બહાર કાઢ્યા
જીજી હોસ્પિટલના ICUમાં લાગી ભીષણ આગ, દર્દીને સુરક્ષિત બહાર કાઢ્યા
જામનગરઃ ગુજરાતમાં ફરી એકવાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે જામનગર સ્થિત ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલના આઈસીયૂ યૂનિટમાં ભીષણ આગ લાગી. હોસ્પિટલનું આ પરિસર સરકારી છે. જ્યાં કોઈ કારણસર આગ ફાટી નીકળતાં તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની ઘટના
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ જામનગર કમિશ્નર અને કલેક્ટર હોસ્પિટલે પહોંચી ગયા છે. કેટલાય બચાવકર્મી પણ હોસ્પિટલમાં હાજર છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને પગલે ત્યાં હાજર લોકોનો ધુમાડાથી મુંઝારો થવા લાગ્યો હતો. કોઈપણ પ્રકારની જાનહાનીના અહેવાલ નથી.
જણાવી દઈએ કે તાજેતરમાં જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલા દર્દીના મોત પણ થયાં હતાં. આગ લાગવાની આ ઘટનાને હજી મહિનો માંડ થયો ત્યાં જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગતાં કેટલાય સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલોના સેફ્ટી મેજરમેન્ટ ચેક કરવાનો મુદ્દો ઉઠ્યો હતો ત્યારે શું જીજી હોસ્પિટલમાં આ બાબતે તપાસવામાં આવ્યું હતું કે નહિ તે મોટો સવાલ છે.












Click it and Unblock the Notifications
