For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં કોવિડથી પાંચ વર્ષીય બાળકનું મોત

ગુજરાતમાં એક મહિના બાદ પ્રથમ કોવિડ19 મૃત્યુ નોંધાયું હતું, જ્યારે ગુરુવારના રોજ જામનગરમાં એક પાંચ વર્ષની છોકરીનું કોરોના સંક્રમણને કારણે લીધે મૃત્યુ પામી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગુજરાતમાં એક મહિના બાદ પ્રથમ કોવિડ19 મૃત્યુ નોંધાયું હતું, જ્યારે ગુરુવારના રોજ જામનગરમાં એક પાંચ વર્ષની છોકરીનું કોરોના સંક્રમણને કારણે લીધે મૃત્યુ પામી હતી. યુવતીએ રાજ્ય સંચાલિત જીજી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યાં તેને મંગળવારની રાત્રે દાખલ કરવામાં આવી હતી.

corona

તેને જીજી હોસ્પિટલમાં રિફર કરી હતી, પરંતુ બુધવારની રાત્રે તેણીનું મૃત્યુ થયું હતું

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, તેણીને છેલ્લા ચાર દિવસથી તાવ જેવા લક્ષણો હતા. તેના માતા-પિતા પહેલા તેને ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયા હતો, જેમણે તેને જીજી હોસ્પિટલમાં રિફર કરી હતી, પરંતુ બુધવારની રાત્રે તેણીનું મૃત્યુ થયું હતું.

શું છે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ?

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 10, વડોદરામાં 5, જામનગરમાં 2 કેસ નોંધાયા છે. તેમજ ગીર સોમનાથ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,173 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 98 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો 1 કેસ નોંધાયો હતો. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી. આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1188 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1537 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

જામનગરમાં કોરોનાની પરિસ્થિતિ

જામનગર શહેરમાં કોરોના સંક્રમણના 2 કેસ નોંધાયા હતા. આ સાથે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી. જામનગર શહેરી વિસ્તારમાં એક દર્દી કોરોના મુક્ત થયો હતો. આ સાથે જામનગર શહેરી વિસ્તારમાં એક મોત નોંધાયું હતું. આ સાથે જો રસીકરણની વાત કરવામાં આવે તો, જામનગર શહેરી વિસ્તારમાં 386 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2325 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

English summary
Five year old child died from covid in Jamnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X