Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

jamnagar election result 2022 : જામનગર જિલ્લાની 5 બેઠકોમાંથી 4માં ભાજપની જીત, 1 આપે જીતી

jamnagar election result 2022 : જામનગર જિલ્લાની 5 બેઠકોમાંથી 4માં ભાજપની જીત થઇ છે. આ સાથે એક બેઠક આમ આદમી પાર્ટીના નામે રહી છે. કોંગ્રેસના જામનગરમાંથી સુપડા સાફ થઇ ગયા છે.

jamnagar election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 17 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

jamnagar

jamnagar election result 2022 : જામનગર જિલ્લાની 10 બેઠકોમાંથી 9માં ભાજપની જીત

jamnagar election result 2022 : જામનગર જિલ્લાની 5 બેઠકોમાંથી 4માં ભાજપની જીત થઇ છે. આ સાથે એક બેઠક આમ આદમી પાર્ટીના નામે રહી છે. કોંગ્રેસના જામનગરમાંથી સુપડા સાફ થઇ ગયા છે. જામનગર દક્ષિણ, જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય અને કાલાવડ બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. આ સાથે જામજોધપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંત ખવાએ જીત મેળવી છે.

જામનગર દક્ષિણ બેઠક

જામનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનો વિજય થયો છે. જેમને 86492 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથીરિયાને 23795 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીને 16585 મત મળ્યા છે.

જામનગર ઉત્તર

જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાનો વિજય થયો છે. જેમને 88835 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર કરશનભાઇ કરમુરને 35265 અને કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્ર જાડેજાને 23274 મત મળ્યા છે.

જામનગર ગ્રામ્ય

જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલનો વિજય થયો છે. જેમને 79439 મત મળ્યા છે. જ્યારે બસપાના ઉમેદવાર કાસમ કાફીને 29162 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ દોંગાને 31939 મત મળ્યા છે.

કાલાવડ બેઠક

કાલાવડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડાનો વિજય થયો છે. જેમને 59292 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રવિન મુછડિયાને 24337 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ સોલંકીને 43442 મત મળ્યા છે.

જામજોધપુર બેઠક

જામજોધપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંત ખાવાનો વિજય થયો છે. જેમને 71397 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર ચિમન સાપરીયાને 60994 અને કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરિયાને 13514 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X