Jamnagar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: જામનગર બેઠક પર પૂનમબેન માડમ પાછળ
Jamnagar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: લોકસભા ચૂંટણી 2024 લાઇવ પરિણામ આજે આવવા શરૂ થઇ જશે. સાંસદની આ ચૂંટણીમાં આ વખતે પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદને ક્ષત્રિયોને ભાજપથી અળગા કરી દીધા હતા. જેની થોડીઘણી અસર જામનગર લોકસભા સીટ પર પણ જોવા મળશે.

જામનગર સીટ પર ભાજપ તરફથી આહિર ઉમેદવાર પૂનમબેન માડમ જ્યારે કોંગ્રેસ તરફથી પટેલ ઉમેદવાર જેપી મારવિયા ચૂંટણી-એ-જંગમાં હતા. જામનગરની વસ્તીગત માહિતીનો ઉલ્લેખ કરીએ તો જામનગર લોકસભા બેઠક પર પટેલ મતદારો 2,46,928 છે. મુસ્લિમ મતદારો 2,36176 છે. આહિર મતદારો 1,73,871 છે. દલિત મતદારો 1,62,021 છે. ક્ષત્રિય મતદારો 1,34,767 છે. સતવારા સમાજના મતદારો 1,21,441 અને અન્ય મતદારો 7,38,852 છે.
જામનગર લોકસભા મતવિસ્તારમાં કુલ સાત વિધાનસભા ચૂંટણીક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમામંઃ- કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા સામેલ છે.
ઉલ્લેખનીય છે કે જામનગર લોકસભા બેઠક માટે 7 મે 2024ના રોજ મતદાન થયું હતું. જામનગર લોકસભા બેઠકમાં કુલ 18 લાખ 17 હજાર 864 મતદારો નોંધાયેલા છે જેમાંથી 57.67 ટકા મતદાન થયું હતું.
જામનગર ચૂંટણી રિઝલ્ટ લાઇવ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો. આ આર્ટિકલમાં તમને દરેક અપડેટથી અવગત આપવામાં આવશે જેમાં પૂનમબેન માડમ વર્સિસ જેપી મારવિયામાં કોને કેટલા મત મળ્યા? હાર-જીતના કારણોનું વિશ્લેષણ, ઉમેદવારોનાં નિવેદનો વગેરે બાબતોથી આપ સૌને માહિતગાર કરવામાં આવશે.
લાઇવ અપડેટ
8:00 AM - પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યાં છે, કોંગ્રેસના જેપી મારવિયા પાછળ.
8:35 AM - જામનગર લોકસભા બેઠક પર અપસેટ સર્જાયો છે. પૂનમ બહેન માડમ અત્યારે પાછળ ચાલી રહ્યાં છે. પૂનમબેને કહ્યું કે, અત્યારે કોંગ્રેસના ઉમેદવારો હોપફુલ છે પણ કલાક પછી ફરી ઈવીએમ પર હારનું ઠીકરું ફોડશે.
8:42 AM - બેલેટ પેપરની ગણતરીના પ્રથમ રાઉન્ડમાં જેપી મારવિયાને 6270 અને પૂનમ માડમને 2430 મત
9:23 AM - જામનગરથી પૂનમબેન માડમે મોટી લીડ કાપી છે. પૂનમબેન માડમે બુલેટની ગતિ પકડી છે, 5000 મતથી પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યાં છે.
10:03 AM - જામનગરથી ભાજપના પૂનમબેન માડમ 13 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે.
10:25 AM - જામનગરથી પૂનમબેન માડમ 34 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે.
11:06 AM - જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમ 93 હજારની લીડથી આગળ ચાલી રહ્યા છે.
11:54 AM - જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમબેન 137267 મતોથી આગળ
12:36 PM - જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 1 લાખ 71 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે.
12:58 PM - જામનગરમાં પૂનમબેન માડમ જીત તરફ જઇ રહ્યાં છે, 1,94,144 મતની લીડથી તેઓ આગળ ચાલી રહ્યાં છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા












Click it and Unblock the Notifications
