Lok Sabha Election 2024: બનાસકાંઠામાં ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઇ

Lok Sabha Election 2024: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યયક્ષસ્થા૨ને પાલનપુર મૂકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી.

ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

Lok Sabha Election 2024

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24 નોડલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટર દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પુરો પાડવો, મેનપવાર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, MCMCની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચારસંહિતને લગતી સુચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવુ સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઈ. શેખ સહિત નોડલ ઓફિસરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X