For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીજ ધાંધીયાને લઈને કલ્યાણપુર તાલુકાના ખેડૂતો આકરા પાણીએ, વીજ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા!

એક તરફ કુદરતો કહેર અને બીજી તરફ સરકારી બાબુઓની ઢીલી નીતિના કારણે ખેડૂતોના હાથમાં આવેકો કોળીઓ છીનના રહ્યો હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દેવભૂમી દ્વારકા : એક તરફ કુદરતો કહેર અને બીજી તરફ સરકારી બાબુઓની ઢીલી નીતિના કારણે ખેડૂતોના હાથમાં આવેકો કોળીઓ છીનના રહ્યો હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. વરસાદની માંડ માંડ પાકને બચાવ્યા બાદ હવે દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ખેડુતો વીજળીના મુદ્દે પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા.

વીજ ધાંધીયાને લઈને ખેડૂતોનો વિરોધ

વીજ ધાંધીયાને લઈને ખેડૂતોનો વિરોધ

દેવભૂમી દ્વારકાના જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ખેડુતો આજે કલ્યાણપુર પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીએ પહોંચ્યા હતા અને વીજળીની સમસ્યાને લઈને ધરણા કર્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, કલ્યાણપુર તાલુકાના સણોસરી ફિડર અંતર્ગત આવતા ગામડાઓમાં ખેડૂતો કેટલાક સમયથી વીજળીની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવુ છે કે, વીજળીની સમસ્યાને કારણે હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો હોવાની પરિસ્થિતી ઉભી થઈ છે.

સણોસરી ફિડરના ગામોમાં ગંભીર સમસ્યા

સણોસરી ફિડરના ગામોમાં ગંભીર સમસ્યા

સણોસરી ફિડરમાં આવતા સણોકરી, ટંકારીયા, સુર્યવદર અને પાનેલી સહિતના ગામનોના ખેડૂતો જણાવી રહ્યા છે પીજીવીસીએલના ધાંધીયાના કારણે તેમને નિયમીત વીજળી મળતી નથી. વીજળી ન મળવાને કારણે ખેડૂતોના વારંવાર પીજીવીસીએલના ધક્કા ખાવા પડે છે. ધક્કા ખાવા છત્તા પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન મળતા આ જે આ ગામોના ખેડૂતો કચેરીએ પહોંચ્યા હતા અને નિયમીત વીજળીની માંગ કરી હતી.

ખેડૂતોએ શું કહ્યું?

ખેડૂતોએ શું કહ્યું?

તાલુકા પંચાયતના સભ્ય રમેશ કંડોરીયાએ જણાવ્યુ હતું કે, આજે અમે ખેડૂતો ઉગ્ર રજુઆત કરવા પહોંચ્યા હતા પરંતુ કોઈ સ્ટાફ હાજર ન હતા. અહીં તમને જણાવી દઈએ કે હવે ખેડૂતોનો પાક લગભગ તૈયાર થઈ ગયો છે. હવે થોડા માટે પાણી ન મળતા પુરી સિઝન નિષ્ફળ જાય તેવી સ્થિતી સર્જાઈ છે.

ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં

ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં

જિલ્લા પંચાયતના સભ્ય અરજણભાઈ કણઝરીયાએ જણાવ્યુ કે, છેલ્લા આઠ દિવસથી સણોસરી ફિડરમાં યોગ્ય પાવર સપ્લાય યોગ્ય ન મળવાથી અમે આવ્યા છીએ. અહીં કોઈ અધિકારીઓ હાજર નથી. આ સિવાય ટંકારીયાના વધુ એક ખેડૂત બી.એસ. ભાટુએ જણાવ્યુ કે, વીજળીની સમસ્યાને કારણે અમારી મગળી સુકાઈ રહી છે. અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું.

રહેમ કરતા હોય એમ અધિકારીને બોલાવાયા

રહેમ કરતા હોય એમ અધિકારીને બોલાવાયા

જો કે ખેડૂતોના ભારે હંગામાં બાદ ખેડૂતો પર અહેસાન કરાતો હોય એમ રજા પર ગયેલા અધિકારીને પરત બોલાવાયા હતા.

English summary
The farmers of Kalyanpur taluka reached the office for a presentation regarding the power supply!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X