For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભેંસાણમાં તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસી મૂકવવા માટે લોકોની ભીડ

જૂનાગઢના ભેંસાણમાં તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મૂકાવા માટે લાંબી લાઈનો લાગી હતી.

|
Google Oneindia Gujarati News

જૂનાગઢના ભેંસાણમાં તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મૂકાવા માટે લાંબી લાઈનો લાગી હતી. ભેંસાણ આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારની યોજના હેઠળ કોરોનાની મહામારીથી સુરક્ષિત રહેવા માટે દરેક લોકોએ હવે વેક્સીનેશન તરફ દોટ મૂકી છે. વેક્સીન ડોઝ ફરજિયાત લેવો જરૂરી હોય તેવી સમજ હવે લોકોમાં કેળવાઈ છે. ભેંસાણ સરકારી હોસ્પિટલે કોરોના વાયરસના વેક્સીન ડોઝ લેવા માટે 200થી વધારે લાભાર્થીઓની સવારથી જ લાંબી લાઈનો લાગી હતી. ત્યારે તંત્ર તરફથી 100થી વધુ લોકોને વેક્સીનના ડોઝ ફાળવવામાં આવ્યા હતા.

Recommended Video

જુનાગઢ : ભેસાણમાં તાલુકા હેલ્થ સેન્ટર ખાતેકોરોના રસી માટેલોકોની ભીડ

corona vaccine junagadh

લોકો પણ હવે કોરોનાની બીકથી સુરક્ષિત રહેવા માટે જાગૃત બની ચૂક્યા હોય એવુ લાગી રહ્યુ છે. લોકોએ સરકાર પાસે માંગ કરી છે કે સરકાર વધુ ડોઝ આપે તો લોકો પોતાનુ જીવન સુરક્ષિત કરી શકે. ભેંસાણમાં ચાર હજારથી વધુ લોકોએ બીજો ડોઝ લઈ જીવન સુરક્ષિત બનાવ્યુ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 નવા કેસ સામે આવ્યા છે અને 74 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,13,998 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિકવરી રેટ પણ 98.72 ટકા સુધી પહોંચી ગયો છે.

બીજી તરફ રાજ્યમાં રસીકરણના મુદ્દે પણ સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે. ગઈ કાલ સુધી 3,92,953 લોકોનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે. રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના 69067ને પ્રથમ અને 89847 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. 18-45 વર્ષના 211764 લોકોને પ્રથમ અને 8233 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. રાજ્યમાં હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વર્કર પૈકી 234ને પ્રથમ અને 13808ને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

English summary
Corona vaccination crowd in Bhesan Taluka Health Center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X