For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનાગઢ : માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન

જૂનાગઢ જીલ્લામાં આવેલા માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યુ હતું

|
Google Oneindia Gujarati News

જૂનાગઢ જીલ્લામાં આવેલા માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ, રાજકોટના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં કુલ 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

Recommended Video

જુનાગઢ : માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન

Mangrol Jalaram temple

આ કેમ્પમાં નિદાન કરવા માટે આવેલા લોકો માટે ચાપાણી, નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં ડોક્ટર વિપુલ રાઠોડ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમને વિનામુલ્યે આશરે 300થી વધુ દર્દીઓની આંખની તપાસ કરી હતી. જેમાંથી 80 લોકોને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોવાથી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ, રાજકોટ ખાતે તેમની સંસ્થાની બસમાં લઇ જવામાં આવ્યા હતા. આ દર્દીઓની આધુનિક તકનિક મારફતે નેત્રમણિ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન થયા બાદ તેમને કેમ્પના સ્થળે પરત પહોંચાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, માંગરોળમાં શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં જાતિ કે ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આ સાથે અત્યાર સુધીમાં માંગરોળ તાલુકા અને તેના આસપાસના ગામડાના હજારો લોકોએ આ કેમ્પમાં પોતાની આંખની સારવાર કરાવી છે.

English summary
A free eye diagnosis camp was organized at Mangrol Jalaraam temple in Junagadh district. The event was organized in collaboration with Shri Jalaram Mandir Trust and Ranchhoddas Bapu Charitable Trust Eye Hospital, Rajkot. A total of 300 patients benefited from this diagnostic camp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X