For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Junagadh news : ગણા ગ્રામ પંચાયત કચેરીમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો

જૂનાગઢની ગણા ગ્રામ પંચાયત કચેરીમાં લાખોનો ભ્રષ્ટાચાર થયો હવોનો મામલો સામે આવ્યો હતો. આ અંગે ગ્રામ જનોએ કલેક્ટરને આવેદન આપીને તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

Junagadh news : જૂનાગઢની ગણા ગ્રામ પંચાયત કચેરીમાં લાખોનો ભ્રષ્ટાચાર થયો હવોનો મામલો સામે આવ્યો હતો. આ અંગે ગ્રામ જનોએ કલેક્ટરને આવેદન આપીને તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી. તેમ છતા વર્તમાન ગ્રામ પંચાયત કચેરીના હોદ્દેદારોને ફરજ મુક્ત કરવામાં આવ્યા નથી. જેનો સીધો અર્થ એ થાય છે કે, આ ભ્રષ્ટાચારમાં ઉપરી અધિકારીઓ પણ શામેલ છે. જેથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.

Recommended Video

જૂનાગઢ : ગણા ગ્રામ પંચાયત કચેરીમાં ભ્રષ્ટાચારનો મામલો

Junagadh news

ખોટા બીલ્સ બનાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર

આ સાથે ગામ લોકોનું કહેવું છે કે, ઉપરી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં શામેલ ગુનેગારોને છાવરી રહ્યા છે. આ સાથે ગણા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને આ રીતે પદાધિકારીઓ પોતાના ઘર ભરે છે. ગણા ગામમાં વિકાસના કામો ન થયા હોવા છતાં, ખોટા બીલ્સ બનાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે.

મુખ્યમંત્રી સુધી રજૂઆત છતા કોઇ પગલા લેવાયા નથી

ગણા ગ્રામ પંચાયતમાં 2012થી અત્યાર સુધીમાં કુલ 45થી 50 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. આ અંગે માણાવદર તાલુકા વિકાસ અધિકારી, જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તથા વિકાસ કમિશનર - ગાંધીનગર, મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા લાંચ રુશવત બ્યુરો અમદાવાદમાં લેખિતમાં જાણ કરવા છતા પણ કોઇ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.

હાઇકોર્ટમાં પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે

મેટલ કામના ખોટા બીલો બનાવવામાં આવ્યા છે જે નરી હકીકત હોવા થતા પણ જો 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો, ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે. આ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે, તેમ ગણા ગ્રામજનોએ જણાવ્યું હતું.

English summary
There was a case of corruption of lakhs in Gana Gram Panchayat office of Junagadh. The villagers had filed an application with the Collector seeking an inquiry into the matter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X