મહાવીર જંયતિ નિમિત્તે ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

હિંસા, ત્યાગ અને સપસ્યાનો સંદેશ આપનારા જૈન ધર્મના 24માં તીર્થંકર એવા ભગવાન મહાવીર જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, સહિતના મહાનગરોમાં પણ મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર જૈન કશ્રાવકોએ કરી હતી. મહાવીર સ્વામી ની જન્મ જયંતિ ને ઉપલક્ષ મા રાખી ને વડોદરા શહેર ના જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ નિમિત્તે અહિંસા ના પ્રચારર્થે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

mahavir jayanti celebration

વડોદરા શહેરમાં ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણક વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ની 13 ફૂટ ઊંચી મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા મા જૈન સમાજ ના અગ્રણીઓ, યુવાનો, યુવતીઓ, બાળકો જોડાયા હતા.શોભાયાત્રા માં ડીજે દ્વારા મહાવીર સ્વામી ના જીવન ચરિત્રનો મહિમા વર્ણવતા ગીતો વગાડી ને જૈન સમાજ નો જયજયકાર કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા માં ગજરાજની સવારી 12 ઘોડાગાડી ઓ અહિંસા અને શાકાહાર ના પ્રચાર માટે નીકળી હતી. યુવાનો અને યુવતીઓ અંહિંસા નો સંદેશો ફેલાવતા પોસ્ટરો લઇને બાઈક રેલી કાઢીને શોભાયાત્રામાં જોડાયા હતા. શહેરીજનો મા યુવવાનો ની રેલી આકર્ષણ નું કેન્દ્ર બની હતી. ભગવાન મહાવીર સ્વામી ની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો પર ફરી હતી અને ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું.

આજના દિવસે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટર પર શુભકામના આપતા લખ્યુ છે કે ભગવાન મહાવીરનું શિક્ષણ આજના યુગ માટે પ્રાસંગિક અને મહત્વપૂર્ણ છે..વિશ્વમાં પ્રેમ અને સૌહાર્દની સ્થાપના કરવા માટે ભગવાની મહાવીરના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવવી જોઈએ. તો ગુજરાતનામુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટર પર નાગરિકોને મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી હતી.

અમદાવાદમાં પણ વિવિધ દેરાસરોમાં સવારથી જૈન શ્રાવકો દ્વારા પૂજા તેમજ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહાવીર જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભગવાન મહાવીરની પ્રતિમાની શોભાયાત્રા કાઢવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તો પાલિતાણા અને આબુ સહિતના જૈન દેરાસરો, ગાંધીનગર નજીક આવેલા મહુડી, ધોળકા નજીક આવેલા કલિકુંડ દેરાસર તેમજ જૈનમુનિઓના વિવિધ વિહાર ધામોમાં આજે ઉત્સવનો માહોલ સર્જાયો છે અન ેજૈન લોકો ઉથ્સાહપૂર્વક, નવા વસ્ત્રાભૂષણો ધારણ કરીને આ જન્મોત્સવને વધાવી રહ્યા છે.

English summary
Mahavir Jayanti Celebration in Gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.