૧૫ કરોડનું ફૂલેકું ફેરવનાર બંટી બબલી ની ધરપકડ કરતી મહીસાગર પોલીસ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

મહીસાગર પોલીસ આરોપી કેતન ડામોર અને તેની પત્ની લક્ષ્મીબેન ડામોર એસ.એન.સી કંપની ના નામે ખેડૂતો અને વેપારીઓને છેતરતા આ ઠંગની ધરપકડ રાજકોટ થી કરી હતી. ખેડૂતો અને વ્યાપારીઓને અનાજ ના ડબલ ભાવ આપવાની લાલચ આપી અનાજ ખરીદી કરી ત્યારબાદ ખેડૂતો અને વ્યાપારીઓ ને પૈસા પરત નાં કરતા મહીસાગર ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી અને આરોપી ને ઝડપી પાડ્યા હતા આરોપી ને તપાસ કરતા ૧૫ કરોડ ની છેતરપીંડી ની વાત બહાર આવી છે. પરંતુ આંકડો વધી શકે છે.

rajkot

આ બંટી બબલી ગુજરાત ના અનેક જિલ્લાઓમાં ઓફીસ બનાવી કરતા હતા છેતરપીંડી જેમાં લુણાવાડા, પંચમહાલ, બરોડા, મહુવા, સુરત, કવાંટ, છોટાઉદેપુર વગેરે સ્થળોથી ઉઘરાવતા હતા. અનાજ હાલમાં પોલીસે રાજકોટ થી પોતાની ઓળખ છુપાવી છેલ્લા ૩ વર્ષ થી આ બંટી બબલી નાસતા ફરતા હતા તેઓની ધરપકડ કરી આગળ ની તપાસ હાથ ધરી છે જેમાં વધુ આંકડો સામે આવી શકે છે

હીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ સપોર્ટ તથા ખાનગી બાતમી આધારે છેલ્લા ૪ મહિના થી વોચ રાખી હતી અને ત્યારબાદ આજરોજ બંને બંટી બબલી આરોપીઓને રાજકોટ કોઠારિયા રોડ થી ઝડપી પાડેલ છે આરોપીઓની વાત કરીએ તો આરોપી કેતન ડામોર તથા લક્ષ્મીબેન કેતનભાઈ ડામોર બંને મૂળ રહે.

વજેલાવ તાલુકો.ગરબાડા જી. દાહોદ ના છે અને કેતનભાઈ ડામોર ૨૦૦૮ ની સાલમાં લાઈફકેર પ્રાઇવેટ લીમીટેડ કંપની સુરત ખાતે રિલાયન્સ ઇન્સ્યોરેન્સ પોલીસી વેચવાના એજેંટ તરીકે કામ કરતા હતા ત્યાર પછી પોતાની કંપની નામે એસ.એન.સી ૨૦૧૦ માં વડોદરા ખાતે ખોલી પોતે સી.ઈ.ઓ તથા પત્ની ને એમ.ડી બનાવી તેમની નીચે ડાયરેક્ટર તથા ગ્રાહકો બનાવી કંપનીની રચના કરી જેમાં ઇન્સ્યોરેન્સ તથા આધુનિક એગ્રીકલ્ચર લેન્ડ ડેવલોપર ,ડેરી ફાર્મના પ્રોજેક્ટ ઉપર કામ કરી કંપનીનો વિકાસ કરવાની લોકોને જાહેરાત કરી હતી

English summary
mahisagar police arrested bunty and babli for 15 crore fraud.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.