મહેસાણામાં ટ્રાફિક પોલીસની હેરાનગતિના મુદ્દે રિક્ષા ચાલકોની હડતાળ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

મહેસાણા શહેરમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે તેમજ ટ્રાફિક પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્થાનિક રીક્ષા ચાલકોએ જણાવ્યુ હતું કે, ટ્રાફિક પોલીસ તેમની વારંવાર કનડગતચ કરે છે અને હારન કરેછે તેના કારણે તેઓ પોતાનો કામધંધો શાંતિથી કરી શકતા નથી. યોગેશભાઈ નામના રીક્ષા ચાલકે જણાવ્યું હતું કે તેઓએ લોન લઇને રીક્ષા ખરીદી છે અને પોલીસ તેમને વારંવાર હેરાન કરતી હોવાથી તેઓ શાંતિથી રીક્ષા ચલાવી શકતા નથી. તેમને વારંવાર પાર્કિંગના મુદ્દે હેરાન કરવામાં આવે છે આવી પરિસ્થિતિમાં રીક્ષાનો લોનનો હપ્તો તેમજ ઘરખર્ચ કેવી રીતે કાઢવો તે તેમનો મોટો પ્રશ્ન છે કારણ કે હેરાનગતિન કારણે તેઓ પૂરતી આવક નથી રળી શકતા અને આવી જ પરિસ્થિતિ અન્ય ચાલકોની પણ છે.

મહેસાણા

આથી આજે 250 જેટલા રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા તેમની સાથે સ્કૂલ રિક્ષા ચાલકો પણ જોડાયા હતા. તેને પરિણામે નોકરિયાત લોકો તેમજ રિક્ષામાં શાળાએ જનારા બાળકો મુશ્કેલીમાં મૂકાયા છે. રિક્ષા ચાલકોની માંગણી છે કે ટ્રાફિક પોલીસની હેરાગનગતિ ઓછી થાય અને તે લોકોને વ્યવસ્થિ પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવે.

મુસાફરોએ જણાવ્યુ હતું કે રિક્ષા બંધ હોવાને કારણે તેમને ઘણી અગવડ પડી છે જો રિક્ષા ચાલકો અને પોલીસ પરસ્પ્ર સમજણથી આ સમસ્યા ઉકેલે તો બધાની અગવડ અને હેરાનગતિ નિવારી શકાય છે.

English summary
mehsana auto driver strike due to traffic police.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.