National Dentist Day 2023 : દાંતની સમસ્યામાંથી મળશે મુક્તિ, આજે જ છોડી દો આ વસ્તુઓ

National Dentist Day 2023 : માત્ર બાળપણમાં જ નહીં, પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ જો તમારે તમારા દાંતને સ્વસ્થ અને મજબૂત રાખવા હોય, તો તેના માટે નિયમિત સ્વચ્છતાની સાથે સાથે ભોજનમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.

National Dentist Day 2023 : દાંતમાં પીળાશ, ક્રેવિટી, પેઢામાં દુઃખાવો, દાંતમાં દુઃખાવો, પેઢામાંથી લોહી નીકળવું, આવી દાંતની સમસ્યાને નાની સમજાવવાની ભૂલ ન કરવી જોઇએ. કેમ કે, જો તમને સતત આ સમસ્યા રહે તો દાંત કમજોર થવા લાગે છે.

National Dentist Day 2023

પોલાણ અને દાંતનો સડો 6 થી 19 વર્ષની વય વચ્ચે ખૂબ જ સામાન્ય છે. જે દાંત પર બેક્ટેરિયા જમા થવાથી થાય છે. તેથી વૃદ્ધાવસ્થામાં પણ દાંતને મજબૂત રાખવા માટે ખોરાકમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ યુક્ત વસ્તુઓનું પ્રમાણ વધારવું જોઇએ. એસિડિક ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણા પીવાનું પણ ટાળો.

આ સિવાય માત્ર સવારે ઉઠ્યા બાદ જ નહીં, પરંતુ રાત્રે સૂતા પહેલા પણ દાંતની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. તો કઈ કઈ ખાદ્ય વસ્તુઓથી દાંતને ઘણું નુકસાન થાય છે, ચાલો તેના પર એક નજર કરીએ.

દારૂનું સેવન

દારૂનું સેવન

આલ્કોહોલના સેવનથી મોં સુકાવા લાગે છે. જેના કારણે ઓછી લાળ ઉત્પન્ન થાય છે. લાળ દાંતને સ્વસ્થ રાખે છે. આ સાથે સાથે ખોરાકનેપણ દાંત પર ચોંટતા અટકાવે છે.

આ ઉપરાંત દાંતમાં સડો, પેઢાના રોગ અને અન્ય ઘણા મૌખિક સંક્રમણના પ્રારંભિક લક્ષણોને ઠીક કરવામાંપણ મદદરૂપ છે. તેથી કોઈ પણ વસ્તુનું સેવન ટાળો જેનાથી મોં સુકાઈ જાય. આમાં આલ્કોહોલ ઉપરાંત ચા અને કોફીનો ઘણો સમાવેશ થાયછે.

ખાટી-મીઠી પીપરમેન્ટ

ખાટી-મીઠી પીપરમેન્ટ

માત્ર બાળકો જ કેન્ડીનો શોખીન નથી, પણ પુખ્ત વયના લોકો પણ ખાટીમીઠી પીપર ખાતા હોય છે. મીઠી કેન્ડી દાંત માટે હાનિકારક હોય છે,પરંતુ ખાટી કેન્ડીમાં ઘણા પ્રકારના એસિડ હોય છે.

જે લાંબા સમય સુધી દાંત પર રહે છે. જેના કારણે દાંતમાં સડો થવાનું જોખમ વધી જાયછે. તેથી જો તમને મીઠાઈ ખાવાનું મન થાય તો કેન્ડીને બદલે ચોકલેટનો નાનો ટુકડો ખાવો વધુ સારું છે.

વેફર્સ

વેફર્સ

બટાકાની ચિપ્સ માત્ર પેટ માટે જ નહીં, પરંતુ દાંત માટે પણ નુકસાનકારક છે. કારણ કે તેમાં પુષ્કળ સ્ટાર્ચ હોય છે. સ્ટાર્ચ બેક્ટેરિયા માટેખોરાક બની જાય છે. જે તમારા દાંતને પણ નુકસાન પહોંચાડે છે.

જેના કારણે દાંત નબળા પડી જાય છે અને સડવા પણ લાગે છે. તેથીચિપ્સ ખાવાનું ટાળો અને જો તમે ક્યારેય ખાઓ, તો પછી કોગળા કરો.

વ્હાઇટ બ્રેડ

વ્હાઇટ બ્રેડ

વ્હાઇટ બ્રેડ દાંત માટે પણ ખરાબ છે. બ્રેડ ખાવાની સાથે જ લાળ સ્ટાર્ચને ખાંડમાં તોડવાનું શરૂ કરે છે. વ્હાઇટ બ્રેડ, જે ચીકણા પદાર્થમાંફેરવાઈ જાય છે, તે દાંત વચ્ચે ફસાઈ જાય છે. જેના કારણે દાંતને ઘણું નુકસાન થાય છે.

કાર્બોનેટેડ પીણાં

કાર્બોનેટેડ પીણાં

ઠંડા પીણાં એકંદર આરોગ્ય માટે હાનિકારક છે. કોલ્ડ ડ્રિંક્સમાં ઘણી બધી સુગર હોય છે. આ સિવાય તે કાર્બોનેટેડ પાણીમાંથી બનાવવામાંઆવે છે, જેના કારણે તેમાં એસિડનું પ્રમાણ પણ વધારે હોય છે. જે દાંત અને પેઢાને નબળા બનાવવાનું કામ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X