For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર પીએમના નિવેદન સાથે આમ આદમી પાર્ટીએ દર્શાવી સહમતિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે કોણ વડાપ્રધાન બનશે તે મહત્વપૂર્ણ નથી કારણ કે દેશ ભ્રષ્ટાચાર અને મોંધવારીથી કંટાળી ગઇ છે. આમ આદમી પાર્ટી વડાપ્રધાન પદના આ નિવેદન સાથે સહમતિ દર્શાવી કે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું દેશ માટે વિનાશકારી હશે.

અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે 'મુદ્દો એ નથી કે રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. લોકો ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કંટાળી ગયા છે. તે (ભાજપ અને કોંગ્રેસ) ફક્ત આ વાતની ચર્ચા કરે છે કે વડાપ્રધાન કોણ બનશે. સિલિન્ડરોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય માણસ કેવી રીતે ગુજરાન કરશે? તે આ મુદ્દાઓ પર ચર્ચા કરતા નથી. જો તેમના સહયોગી અને પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રશાંત ભૂષણે વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.

arvind-kejriwal-cm

તેમને વડાપ્રધાન મનમોહન સિંહના શુક્રવારે આયોજિત સંવાદદાતા સંમેલન પર પ્રતિક્રિયામાં કહ્યું કે 'હું નથી માનતો કે ઇતિહાસ આ વડાપ્રધાન પ્રત્યે નરમ વલણ અપનાવશે જેણે ના ફક્ત ભ્રષ્ટાચાર થવા દિધો છે પરંતુ પોતાની સરકારના કાર્યકાળ દરમિયાન તેને ભરપૂર પ્રોત્સાહન પણ પુરૂ પાડ્યું છે.' તેમને આ સાથે જ કહ્યું હતું કે તે વડાપ્રધાનની આ વાત સાથે સહમત છે કે નરેન્દ્ર મોદી દેશ માટે વિનાશકારી સાબિત થશે.

English summary
After Prime Minister in his sort of a virtual farewell speech attacked BJP's prime ministerial candidate Narendra Modi saying he will be dangerous for the country, his comments got the backing of the Aam Aadmi Party which has ambitions to go on a national level and contest Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X