For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ

દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. SAFAR અનુસાર, દિલ્હીનો AQI 352 છે, જે ખૂબ જ નબળો છે. આ જ કારણ છે કે, દિલ્હી સરકાર સતત એક બાદ એક નિર્ણયો લઈ રહી છે. જેથી કરીને રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઓછું કરી શકાય.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીમાં સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીની રાજ્ય સરકારે રાજ્યમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે નિર્ણય લીધો છે કે, જે ટ્રકો બિન-આવશ્યક ચીજવસ્તુઓ લઈને દિલ્હી આવી રહી છે. તેને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, જેથી રાજ્યમાં પ્રદૂષણનું સ્તર ઘટાડી શકાય.

pollution

દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે, 26 નવેમ્બર સુધી બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પ્રતિબંધ 26 નવેમ્બર સુધી અમલમાં રહેશે

નોંધનીય છે કે, દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. SAFAR અનુસાર, દિલ્હીનો AQI 352 છે, જે ખૂબ જ નબળો છે. આ જ કારણ છે કે, દિલ્હી સરકાર સતત એક બાદ એક નિર્ણયો લઈ રહી છે. જેથી કરીને રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઓછું કરી શકાય.

પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે 21 નવેમ્બરના રોજ દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પરના પ્રતિબંધને વધુ લંબાવ્યો, આ પ્રતિબંધ 26 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર 26 નવેમ્બર સુધી દિલ્હીમાં બિન-જરૂરી સામાન લઈ જતી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ખાનગી ઓફિસને 26 નવેમ્બર સુધી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

રાજ્યની હવાની ખરાબ ગુણવત્તાને જોતા રાજ્યમાં નિયંત્રણો વધુ વધારવાની જરૂર છે

આ સાથે સરકારના આદેશમાં દિલ્હીમાં નિર્માણ કાર્ય પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. દિલ્હી સરકારના પ્રદૂષણ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, રાજ્યની હવાની ખરાબ ગુણવત્તાને જોતા રાજ્યમાં નિયંત્રણો વધુ વધારવાની જરૂર છે.

English summary
Ban on entry of trucks carrying non essential items in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X