ભાજપના 52 ઉમેદવારોની બીજી યાદી જાહેર, મોદીની સીટ પર સસ્પેન્સ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 માર્ચ: ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદ શનિવારે જાહેર કરી દિધી છે. આ યાદીમાં 52 નામ છે. નરેન્દ્ર મોદીનું નામ આ યાદીમાં પણ નથી. આગામી યાદી 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

ઉમેદવાર નક્કી નક્કી કરવામા માટે ભાજપ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક બાદ અનંત કુમારે પત્રકારોને આ અંગે જાણકારી આપી હતી. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુયુરપ્પા શિમોગ સીટ પરથી ચૂંટણી લડશે. સદાનંદ ગૌડા બેંગલુરૂ ઉત્તર તહ્તા પૂર્વ કેન્દ્રિય મંત્રી અનંત કુમાર બેંગલુરૂ દક્ષિણથી ચૂંટણી લડશે. યેદુયુરપ્પા ભષ્ટ્રાચાર આરોપમાં ફસાયા હતા. ત્યારબાદ ભાજપે તેમણે કર્ણાટકાના મુખ્યમંત્રી પદેથી હટાવી દિધા હતા. નારાજ થઇને તેમણે અલગ પાર્ટી બનાવી લીધી હતી. પરંતુ તાજેતરમાં જ ફરીથી ભાજપમાં પુનરાગમન કરી લીધું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પાર્ટીના મુખ્યાલયમાં યોજાયેલી કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં બીજી યાદીને અંતિમરૂપ આપવામાં આવ્યું હતું. પાર્ટી આ પહેલાં 54 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે અને આ સાથે જ તે અત્યાર સુધી 106 ઉમેદવારના નામ નક્કી કરી ચૂકી છે. પાર્ટીએ ઓરિસ્સા વિધાનસભા માટે 52 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદન મિશ્રાને પશ્વિમ બંગાળમાં હુબલીથી પ્રથમવાર ટિકીટ આપવામાં આવી છે.

modi-sushma-rajnath

ભાજપે પોતાના મોટા નેતાઓની સીટને લઇને અત્યાર સુધી પત્તા ખોલ્યા નથી. પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તેના પર બધાની નજર છે. સમાચારો અનુસાર નરેન્દ્ર મોદી બે સીટો વારાણસી અને અમદાવાદ ઇસ્ટથી ચૂંટણી લડી શકે છે. એમપણ માનવામાં આવે છે કે રાજનાથ સિંહને લખનઉ, મુરલી મનોહર જોશીને કાનપુર, લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર અને કલ્યાણ સિંહને એટાથી ઉમેદવાર બનાવવામાં આવશે. પરંતુ આ અંગે પાર્ટી આધિકારીક રીતે કંઇ કહી રહી નથી.

રાજ્યવાર ઉમેદવારોની જાહેરાત
કર્ણાટક-20
કેરળ-03
ત્રિપુરા-02
પશ્વિમ બંગાળ-09

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી પણ ઉમેદવાર
હુગલી- ચંદન મિશ્રા
આસનસોલથી ગાયક બાબુલ સુપ્રિયો
શિમોગા-બીએસ યેદુયુરપ્પા
ધારવાડ- પ્રહ્લાદ જોશી
બેંગલુરૂ- દક્ષિણ- અનંત કુમાર

English summary
The Bharatiya Janata Party released its second list of candidates for the coming Lok Sabha elections on Saturday. The Central Election Committee has cleared 52 candidates, including 20 from Karnataka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X