For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં કોરોનાના 80 ટકા નવા કેસમાં ડેલ્ટા વેરિએન્ટની પુષ્ટિ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવેલા 80 ટકા નમૂનાઓમાં કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવેલા 80 ટકા નમૂનાઓમાં કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યું છે. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, દિલ્હીમાં જુલાઈમાં જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવેલા 83.3 ટકા નમૂનાઓમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે.

Delta variant

ડેલ્ટા વેરિએન્ટ અનુક્રમે મે અને જૂનમાં 81.7 અને 88.6 ટકા નમૂનાઓમાં જોવા મળ્યું હતું. એપ્રિલમાં 53.9 ટકા નમૂનાઓમાં તેની હાજરીની પુષ્ટિ થઈ હતી. આ આંકડાઓ દર્શાવે છે કે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)માં અત્યાર સુધી પ્રક્રિયા કરવામાં આવેલા દિલ્હીના 5,752 નમૂનાઓમાંથી, 1,689માં ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યા છે. આ સમયે કોરોનાનો આલ્ફા વેરિએન્ટ 947 નમૂનાઓમાં મળી આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડેલ્ટા અને આલ્ફા વેરિએન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વોચ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. ડેલ્ટા વેરિએન્ટ માત્ર ડિસેમ્બર 2020માં ભારતમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ તે ધીમે ધીમે 95 દેશોમાં ફેલાયું હતું. આ પ્રકાર દેશમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકોના મૃત્યુનું કારણ હતું. જ્યારે આલ્ફા વેરિએન્ટ સૌ પ્રથમ યુકેમાં જોવા મળ્યું હતું.

English summary
A delta variant of the corona has been found in 80 per cent of samples sent for genome sequencing during the second wave of corona in the national capital, Delhi. This information was given by Delhi Health Minister Satyendra Jain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X