For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી સરકારનો ગંભીર આરોપ - ભાજપ MCDની 10 હોસ્પિટલ્સ વેચવાની તૈયારી કરી રહી છે

દેશની રાજધાની દિલ્હીમાં આગામી વર્ષે MCD ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રવિવારના રોજ AAP ધારાસભ્ય અને પક્ષના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ભાજપ પર MCDની સંપત્તિ વેચવાનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં આગામી વર્ષે MCD ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રવિવારના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પક્ષના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ભાજપ પર MCDની સંપત્તિ વેચવાનો આરોપ લગાવ્યો હતો. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ભાજપને ખબર પડી ગઈ છે કે, હવે તે MCD છોડવા જઇ રહી છે અને તેથી જ ભાજપ MCDની મિલકત કોડીના ભાવે વેચીને ભાગવાનો પ્રયાસ કરી રહી છે.

Delhi government

MCD ઉત્તર દિલ્હીની હોસ્પિટલ્સ વેચવા માંગે છે

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, MCDથી રસ્તામાં ભાજપ 10 હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજીસ વેચી રહ્યું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, MCD ઉત્તર દિલ્હી હેઠળની 10 હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજીસને કેન્દ્ર સરકારને વેચવા માંગે છે. એક તરફ દિલ્હી સરકાર 7 નવી હોસ્પિટલ્સ અને સાડા છ હજાર નવા ICU બેડ બનાવવાની વાત કરી રહી છે, જેની સામે દિલ્હીની MCD હોસ્પિટલ્સ વેચવાની વાત કરી રહી છે.

ભાજપે MCDને નાદાર કરી દીધું છે : સૌરભ ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, જે રીતે ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતિ દરમિયાન ઘરના ઘરેણા વેચવા પડે છે, તેવી જ રીતે ભાજપ MCD હોસ્પિટલ્સ વેચી રહી છે. MCDમાં બેઠેલા ભાજપે કોર્પોરેશનની હાલત એવી કરી છે કે, તેમને હોસ્પિટલ્સ પણ ચલાવી શકતા નથી, હવે ભાજપનો પ્રયાસ છે કે આ 10 હોસ્પિટલ્સને કેન્દ્ર સરકારને વેચી દે, જેથી તેનો ખર્ચ બચી શકે અને MCDને કેટલાક પૈસાની આવક થાય. MCDમાં બેઠેલી ભાજપ દરેક બાબતમાં નિષ્ફળ રહી છે.

English summary
The Aam Aadmi Party, which is preparing for next year's MCD elections in the national capital, Delhi, has targeted the BJP. On Sunday, Aam Aadmi Party MLA and party spokesperson Saurabh Bhardwaj accused the BJP of selling MCD assets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X