For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ન્યૂયોર્કથી વધુ ધનિક અને સુરક્ષિત શહેર છે દિલ્હી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 નવેમ્બર: બાંધકામ ક્ષેત્રના સરેરાશ સઘનતાના રૂપે નવી દિલ્હીનો વિસ્તાર ન્યૂયોર્ક મહાનગરના વિસ્તારથી બમણો છે તેમછતાં ભારતની રાજધાનીમાં બાંધકામ ક્ષેત્રમાં ગગનચુંબી બિલ્ડિંગો ઓછી છે. આ વાત લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું દિલ્હીના શહેરી વિકાસની આઠ અન્ય શહેરો- લંડન, બોગોટા, લાગોસ, ટોક્યો, ન્યૂયોર્ક, ઇસ્તાંબુલ અને બર્લિન સાથે તુલનામાં આ વાત ઉજાગર કરવામાં આવી છે કે આ શહેરમાં ઓછી ગગનચૂંબી ઇમારતો હોવા છતાં તેના બાંધકામ ક્ષેત્રની સરેરાશ ઘનતા એકદમ વધુ જે 19,698 વ્યક્તિ પ્રતિ વર્ગ કિલોમીટર છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ન્યૂયોર્ક અને ઇસ્તાંબુલના મુકાબલે દિલ્હીમાં હિંસાત્મક અપરાધની દર પણ ઓછો છે જેનું આંકલન હત્યાના આધાર પર કરવામાં આવ્યું છે.

new-york-delhi

શુક્રવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આ વિસ્તૃત ન્યૂયોર્ક મહાનગર ક્ષેત્ર ( 11,531 વ્યક્તિ પ્રતિ વર્ગ કિલોમીટર- જેમાં ગગનચુંબી બિલ્ડિંગોવાળા મૈનહૈટનનો વિસ્તાર પણ સામેલ છે)ના મુકાબલે બમણો છે. આ રિસર્ચ શુક્રવારે શરૂ થયેલા બે દિવસના શહેરી દૌર- 'શહેરી ભવિષ્ટ સંચાલન' પર આયોજિત સંમેલનની તૈયારીમાં કરવામાં આવ્યો. આ સંમેલનનું આયોજન લંડન સ્કુલ ઓફ ઇકોનોમિસ્ટ એંડ પોલિટિકલ સાયન્સમાં એલએસઇ સિટીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ડ્યૂશ બેંકની એલ્ફ્રેડ હરહૉસેન સોસાયટી અને નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ અર્બન અફેયર્સ પણ તેમાં સહયોગ કરી રહ્યાં છે.

આ અવસર પર ડ્યૂશ બેંકના સહ મુખ્ય કાર્યકારી અંશુ જૈને કહ્યું, આજે શહેરોનો વિસ્તાર વિશ્વના કુલ ભૂ-ભાગના બે ટકામાં ફેલાયેલો છે પરંતુ અહીં 80 ટકા વૈશ્વિક સંપત્તિનું ઉત્પાદન થાય છે. આગામી 30 વર્ષમાં એક તૃતિયાંશ વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ટોચના 100 શહેરોનું યોગદાન હશે.

મૈકિંજી ગ્લોબલ ઇન્સ્ટીટ્યૂટના રિપોર્ટનો હવાલો આપતાં જૈને કહ્યું ભારતને પોતાની વૃદ્ધિ જાળવી રાખવા માટે આગામી દાયકા સુધી દર વર્ષે એક શિકાગોના બરાબર શહેર બનાવવું પડશે. તેમણે કહ્યું, તેના માટે ભારત સરકારની 100 સ્માર્ટ સિટી બનાવવાની પહેલ એકદમ મહત્વપૂર્ણ છે.

English summary
A research report presented at the 13th Urban Age conference, held at the London School of Economics, has both good and bad news in store for Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X