For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે ભાજપને કહ્યું: ગુજરાત મોડલને બીજા રાજ્યોમાં લાગૂ નહી કરે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશને ગુજરાતમાં બદલવાના નરેન્દ્ર મોદીના વાયદાની કોંગ્રેસે આજે તીખી ટીકા કરી હતી અને અને તેને 2002ના ગોધરા બાદના રમખાણો સાથે જોડતાં ચેતાવણી આપી કે આવી સ્થિતી ભાઇચારા અને સાંપ્રદાયિકતા સૌહાર્દ બિગાડશે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને કહ્યું હતું કે 'અમે તેમને કરબદ્ધ આગ્રહ કરીશું કે ગુજરાત સરકારની નીતિ, વલણ અને માનસિકતા બીજા રાજ્યોમાં લાગૂ કરીશું નહી, નહીતર વિકાસ, સામાજિક સૌહાર્દ તથા ભાઇચારો ખતમ થઇ જશે.' ગોરખપુરમાં નરેન્દ્ર મોદીના ભાષણ પર તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સમજવું જોઇએ કે રાષ્ટ્રનું નિર્માણ રાજકીય કીચડ ઉછાડવાથી થતું નથી. નરેન્દ્ર મોદીના કોંગ્રેસ, સપા અને બસપા પર હુમલો કરતાં કહ્યું હતું કે તેમનો 'એક જ માસ્ટર' છે અને તેમનો ઇશારો સંભવત: ઉત્તર પ્રદેશના બંને પક્ષો દ્વારા કોંગ્રેસ સરકારને સમર્થન સાથે હતું.

તેમને કહ્યું હતું કે 'રાજકીય વિરોધીઓ અથવા પક્ષોને કહેવતોના માધ્યમથી નીચું બતાવવું દેશહિતમાં નથી. નરેન્દ્ર મોદીની જૂની આદત છે તે રાજકીય વિરોધીઓ પર કટાક્ષ કરે છે. તેના બદલે તેમને ઠોસ કાર્યક્રમ રજૂ કરવા જોઇએ.' ગુજરાત પહોંચતાં જ રેલ યાત્રીઓને સુરક્ષિત અનુભવવાની નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર કેન્દ્રિય મંત્રી મનીષ તિવારી કહ્યું હતું કે 'જ્યાં સુધી રેલગાડીઓની ઉત્તર પ્રદેશથી ગુજરાત પહોંચવાની વાત છે કે તો મારું માનવું છું કે દેશ તે રેલગાડીને ભૂલી ગયો નથી જે અયોધ્યાથી ચાલી હતી અને ગુજરાત પહોંચી તો શું થયું અને ત્યારબાદના ઘટનાક્રમથી બધા માહિતગાર છે.'

gujarat-cm-modi

કોંગ્રેસ મહાસચિવ શકીલ અહમદે કહ્યું કહ્યું હતું કે ગોરખપુરથી ગુજરાત જનાર રેલગાડી ભાજપ શાસિત રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી પસાર થાય છે. તેમને કહ્યું હતું કે 'જો નરેન્દ્ર મોદી ભાજપ શાસિત તે રાજ્યોના મુખ્યમંત્રીઓને અસક્ષમ સમજે છે તો મારે કંઇ કહેવું નથી.' કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી કપિલ સિબ્બલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને ભાજપ 'ભ્રષ્ટાચારના સામ્રાજ્યના'ની અધ્યક્ષતા કરે છે. તેમને આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કે ભાજપ કોંગ્રેસ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના મુદ્દે આરોપ કેવી રીતે લગાવી શકે છે જ્યારે તેના પોતાના મંત્રીઓ દોષી અથવા તો પછી જેલમાં છે.

તેમને આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકમાં 22 ભાજપના ધારસભ્ય જમીન પર કબજો કરવાના કેસમાં સંડોવાયેલા છે અને મધ્ય પ્રદેશમાં લોકાયુક્તે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર દસ્તાવેજોને અગ્રસારિત કરતી નથી જેમાં તેને દસ ભાજપના મંત્રીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવી જોઇએ.

English summary
Narendra Modi's promise to convert Uttar Pradesh into Gujarat drew sharp reaction from Congress on Thursday as it alluded to the 2002 post-Godhra riots, warning that brotherhood and communal harmony will rupture in such an eventuality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X