શું દિલ્હીમાં યોજાશે કિરણ-કેજરીવાલ વચ્ચે મુકાબલો?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલ: દિલ્હીમાં લોકસભા ચૂંટણી બાદ ભાજપ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઇ છે. રાજકીય હલચલ વચ્ચે સમાચાર આવ્યા છે કે તેને આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે મુખ્યમંત્રી પદના નવા ઉમેદવાર શોધી લીધા છે.

આ નવા ઉમેદવાર કોઇ બીજા નહી, પરંતુ એકસમયે અરવિંદ કેજરીવાલના સહયોગી રહી ચૂકેલા કિરણ બેદી છે. કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલ બંને જ અણ્ણા આંદોલન બાદ ચર્ચામાં આવ્યા. પરંતુ પછી તે અલગ થઇ ગયા. સમયાંતરે કિરણ બેદીએ કેજરીવાલના પગલાંની નિંદા કરી પછી તેમનાથી અંતર બનાવી લીધું.

આજે કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલનો હેતુ ભલે જ હોય, પરંતુ રસ્તા અલગ થઇ ચૂક્યા છે. એવામાં ભાજપ સાથે 'આમ આદમી'ને ટક્કર આપવાના સમાચારો રાજકીય માહોલ ગરમ કરી રહ્યાં છે.

kiran-bedi

સમાચાર છે કે હવે ભાજપ આ અલગાવનો ફાયદો ઉઠાવતાં કિરણ બેદીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો દાખ રમવા જઇ રહી છે. એમપણ કહેવામાં આવે છે કે કિરણ બેદી પણ આ વાત પર માની શકે છે. જો કે હજુસુધી આ સમાચાર મોહર લાગી શકી નથી, પરંતુ અંદરખાને પાર્ટીમાં કિરણ બેદીના નામ પર સળવળાટ ચાલું છે.

English summary
Is Kiran vedi is ready to fight election-war with Arvind ?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X