આજે 'AAPની અગ્નિ પરીક્ષા, બહુમત સાબિત કરવાનો પડકાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકાર આજે દિલ્હી વિધાનસભામાં મહત્વપૂર્ણ વિશ્વાસ મતનો સામનો કરશે. અલ્પમતની સરકારને લઇને અનિશ્વિતતા છતાં કોંગ્રેસના ધારાસભ્યોના સમર્થનથી સરકાર વિશ્વાસનો મત પ્રાપ્ત કરી લેશે તેવી સંભાવના છે.

દિલ્હી વિધાનસભાએ ગઇકાલે નવા ચૂંટાયેલા સભ્યોને શપથ અપાવવાની ઔપચારિકતા પુરી કરી લીધી છે. કાર્યવાહક અધ્યક્ષ મતીન અહેમદે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય સભ્યોને થપથ અપાવી હતી. અહેમદ કોંગ્રેસના ધારાસભ્ય છે. વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરતાં પહેલાં કોંગ્રેસને સ્પષ્ટ કરી દિધું છે કે તે આપ સરકારને પોતાનું સમર્થન ચાલુ રાખશે અને નિર્ણયની સમીક્ષા કરવાનો કોઇ પ્રશ્ન જ ઉઠતો નથી.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતું કે 'અમે બહારથી આપ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને અમે તેની સમીક્ષા કરતા નથી. અમે અમારા નિર્ણય પર અડગ છીએ. અમારા તરફથી સરકારને કોઇ ખતરો નથી.' તેમને અરવિંદ કેજરીવાલની આશંકાઓને યોગ્ય ગણી નથી. અરવિંદ કેજરીવાલે મંગળવારે આશંકા વ્યક્ત કરી હતી કે તેમની સરકારની પાસે વાયદાઓ પુરા કરવા માટે ફક્ત 48 કલાકનો સમય છે.

arvind-kejriwal-cm

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 'અમારી પાસે વાયદાઓ પુરા કરવા માટે ફક્ત 48 કલાક છે.' આપના 70 સભ્યોની વિધાનસભામાં 28 ધારાસભ્યો છે અને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે તેમને 36 ધારાસભ્યોની જરૂર પડશે. તેના મટે તેને આઠ ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. જ્યાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો છે તો ભાજપના અને તેના સહયોગી અકાળી દળને મિલાવીને કુલ 32 ધારાસભ્ય છે. જેડીયૂના એકમાત્ર ધારાસભ્યએ કેજરીવાલ સરકાર સમર્થન આપવાની જાહેરાત કરી છે જ્યારે એક અપક્ષ ધારાસભ્ય છે.

English summary
Within a week of taking oath as the seventh Chief Minister of Delhi, Arvind Kejriwal will prove the majority of his government on the floor of the Assembly on Thursday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.