For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૃણમૂલ સાંસદનું અવસાન, લોકસભા સ્થગિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

parliament
નવી દિલ્હી, 25 એપ્રિલ: લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના વર્તમાન સાંસદ અંબિકા બેનર્જી અને પૂર્વ સાંસદ સી કુપ્પૂસ્વામીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમના સન્માનમાં સદનની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગતિ કરી દેવામાં આવી છે. આજે સવારે કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ મીરા કુમારે સદનને અંબિકા બેનર્જીના નિધનની જાણકારી આપી છે.

અંબિકા બેનર્જી 15મી લોકસભામાં પશ્વિમ બંગાળની હાવડા સીટથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હતા. તે કેટલીક સંસદીય સમિતિઓના સભ્ય પણ રહ્યાં છે. પશ્વિમ બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યાં છે. અંબિકા બેનર્જીનું આજે સવારે નિધન થયું હતું. તે 84 વર્ષના હતા.

અધ્યક્ષે સદનના પૂર્વ સાંસદ સી કુપ્પૂસ્વાનીના નિધન અંગે જાણકારી આપી છે. તેમને 1998 થી 2009 સુધી તમિલનાડુની ચેન્નઇ ઉત્તર સીટનું પ્રતિનિધિત્વ કર્યું. તે સક્રિય મજદૂર સંઘ નેતા હતા અને અસંગઠિત વિસ્તારના મજદૂરો માટે તેમને ઘણું કામ કર્યું છે. કુપ્પૂસ્વામીનું નિધન 19 એપ્રિલ 2013ના રોજ 86 વર્ષની ઉંમરે થયું. સભ્યોએ થોડીવાર માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે સદનની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દિધી છે.

English summary
Lok Sabha was adjourned today without transacting any business as a mark of respect for Trinamool Congress member Ambika Banerjee who died early this morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X