For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP સરકારની દલીલ : 'પાકિસ્તાનથી આવી રહ્યું છે પ્રદૂષણ', SCએ આપ્યો આવો જવાબ

દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક 471 ની નજીક નોંધાયો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે ફરી એકવાર વાયુ પ્રદૂષણ પર તેની અગાઉની સુનાવણી ચાલુ રાખી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલમાં 'ગેસ ચેમ્બર' બની ગયેલા દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણથી કોઈ રાહત મળી નથી. શુક્રવારના રોજ પણ અહીં ખરાબ સ્થિતિ હતી, દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક 471 ની નજીક નોંધાયો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે ફરી એકવાર વાયુ પ્રદૂષણ પર તેની અગાઉની સુનાવણી ચાલુ રાખી હતી.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તેના નિર્દેશોના પાલન પર દેખરેખ રાખવા માટે ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી છે.

સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી

નોંધનીય છે કે, દિલ્હી સિવાય એનસીઆર સહિત ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પ્રદૂષણના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે દિલ્હી સરકારનુંકહેવું છે કે, રાજધાનીમાં પ્રદૂષણ ઉત્તર પ્રદેશમાંથી આવે છે.

ઉત્તર પ્રદેશની સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, મોટા ભાગનું પ્રદૂષણ પાકિસ્તાનથી આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશની સરકારે પોતાની દલીલમાં જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગો બંધ થવાને કારણે રાજ્યમાં શેરડી અને દૂધ ઉદ્યોગોને અસર થઈ શકે છે. ઉત્તર પ્રદેશની ભૌગોલિકસ્થિતિ નીચે તરફ છે.

તો પાકિસ્તાનનો ઉદ્યોગ બંધ કરો!

તો પાકિસ્તાનનો ઉદ્યોગ બંધ કરો!

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ રણજીત કુમારે કહ્યું કે, "અમે પોતે પવનના પ્રવાહના ક્ષેત્રમાં છીએ, તેથી દિલ્હીમાં અમારી બાજુથી હવા મળવી શક્યનથી. પવન પાકિસ્તાન તરફથી આવી રહ્યો છે.

રણજીત કુમારની દલીલ પર કટાક્ષ કરતા મુખ્ય ન્યાયાધીશ સીવી રમન્નાએ કહ્યું કે, 'તો તમે પાકિસ્તાનના ઉદ્યોગો બંધકરવા માંગો છો?' ઉલ્લેખનીય છે કે, આજે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 10 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે.

દિલ્હીમાં બાંધકામ માટે પરવાનગી માગી

દિલ્હીમાં બાંધકામ માટે પરવાનગી માગી

સુનાવણી દરમિયાન દિલ્હીમાં બાંધકામના કામ પરના પ્રતિબંધને પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરતા દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રીય રાજધાનીમાં હોસ્પિટલનીબાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવા જણાવ્યું હતું.

દિલ્હી સરકારનું કહેવું છે કે, કોવિડ 19ની ત્રીજી લહેરની તૈયારી કરવા અને તેનો સામનો કરવા માટે હોસ્પિટલનાઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 7 નવી હોસ્પિટલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ બાંધકામ પ્રતિબંધોને કારણે કામ બંધ થઈ ગયુંછે.

English summary
'Pollution coming from Pakistan' : SC is also surprised at this argument of the UP government, said - so ban has to be imposed there?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X