For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય સંકલ્પ મહારેલી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર વરસી 'માયા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mayawati
લખનઉ, 9 ઑક્ટોબર: બસપા સુપ્રિમો અને ફાયરબ્રાન્ડ નેતા માયાવતી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત ફોર્મમાં જોવા મળી છે. લખનઉના રમાબાઇ મેદાનમાં પાર્ટીની રેલીમાં તેમને પ્રદેશની સપા સરકાર પર અને મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાથે સાથે કેન્દ્રની યૂપીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

જો બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં અનામતની વ્યવસ્થા બનાવી ન હોત તો મુલાયમસિંહ યાદવનો આખો પરિવાર જમીનદારના ત્યાં ગાયો-ભેંસો ચરાવતો જોવા હોત.

માયાવતીએ કહ્યું હતું કે બંને સરકાર દલિત વિરોધી છે. તેમને કાંશીરામની પુણ્યતિથી પર રજા જાહેર કરવાના સપાના નિર્ણય પર રાજ્યસરકારની ઘેરાબંધી કરી હતી, તેમજ કાંશીરામની પુણ્યતિને રાષ્ટ્રીય શોક ન માનવાના નિર્ણયને લઇને કેન્દ્ર પર હૂમલો કર્યો હતો. માયાએ બંને દળોને દલિત વિરોધી કહ્યાં હતા. તેની સાથે સાથે મલ્ટિ રીટેઇલ બ્રાન્ડમાં એફડીઆઇનો વિરોધ કરતાં તેમણે કહ્યું હતું કે યૂપીએ સરકારને પાર્ટી સમર્થન પુરૂ પાડશે કે નહી તે અંગેનો નિર્ણય બુધવારે રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં લેવાશે.

રાષ્ટ્રીય સંકલ્પ મહારેલી દરમિયાન માયાવાતીએ કહ્યું હતું કે યૂપીમાં ઓફિસરો દ્રારા દલિત કર્મચારીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. 'વર્તમાન સપા સરકાર બાબા સાહેબ આંબેડકર અને દલિત નેતાઓના નામ પરથી રાખવામાં આવેલા શહેરો અને યોજનાઓના નામ બદલી રહી છે. સપાના શાસનમાં 24 મૂર્તિઓ તોડવામાં આવી છે. મારી મૂર્તિને પણ તોડવામાં આવી છે.

ઉત્તરપ્રદેશની કાનૂન વ્યવ્યસ્થા પર પ્રશ્ન ઉઠાવતાં માયાવતીએ કહ્યું હતું કે યૂપીમાં ગુંડાઓનું રાજ થઇ ગયું છે, જ્યાં ચોરી, બળાત્કાર, લૂંટફાટ જેવી ઘટનાઓ તેજીથી આગળ વધી રહી છે. અખિલેશ યાદવના શાસનકાળ દરમિયાન યૂપી પ્રદેશ ક્રાઇમ પ્રદેશ બની ગયો છે. જ્યાં ગુનાઓના બનાવ ચરણસીમાએ પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે અમારા શાસનકાળમાં યૂપીમાં એકપણ રમખાણ થયા ન હતા જ્યારે સપા સરકાર ગુંડાઓને જેલમાંથી છોડી રહી છે. માયાવતીએ મંચ પરથી જાહેરાત કરી હતી કે હવે અમારી પાર્ટીમાં ગુંડાઓ અને ભષ્ટ્ર લોકોને એન્ટ્રી આપીશું નહી.

માયાવતીએ યૂપીએ સરકારની નિતીઓની ટીકા કરતાં કહ્યું કે રીટેઇલમાં એફડીઆઇથી ખેડૂતોને નુકશાન થશે માટે તેમની પાર્ટી તેમને સમર્થન કરશે નહીં. કેન્દ્ર સરકાર કૌંભાડોથી ઘેરાયેલી છે અને તે લોકપાલ માટે કશું કરતી નથી. માયાવતીએ સમય પહેલાં ચૂંટણી યોજાશે એવી શક્યતા દર્શાવતાં કાર્યકર્તાઓને તૈયાર રહેવા માટે કહ્યું હતું.

English summary
Mayawati addressed a huge public rally in Lucknow today, her first since she was ousted by the Samajwadi Party in the Uttar Pradesh Assembly elections seven months ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X