For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફુગાવા, પોગાસસ અને ખેડૂતોના મુદ્દે કોઇ બાંધછોડ નહીં કરવામાં આવે - રાહુલ ગાંધી

સંસદની કાર્યવાહી પહેલા બુધવારના રોજ વિપક્ષની સંયુક્ત બેઠક મળી હતી. જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે ફુગાવા, પેગાસસ અને ખેડૂતો મુદ્દાઓ પર ક્યારેય બાંધછોડ કરશું નહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સંસદની કાર્યવાહી પહેલા બુધવારના રોજ વિપક્ષની સંયુક્ત બેઠક મળી હતી. જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે ફુગાવા, પેગાસસ અને ખેડૂતો મુદ્દાઓ પર ક્યારેય બાંધછોડ કરશું નહીં. અમે આ તમામ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવા માંગીએ છીએ. વિપક્ષ સંસદમાં રાષ્ટ્રીય હિતના પ્રશ્નો ઉઠાવવા માંગે છે, પરંતુ ભાજપ સરકાર વિપક્ષને બદનામ કરવાનું કાવતરા જ ઘડે છે.

rahul gandhi

આ મામલે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ટ્વિટ પણ કરવામાં આવ્યું છે, જેમાં મોદી સરકારની આકરી ટીકા કરવામાં આવી છે. કોંગ્રેસે ટ્વીટર પર લખ્યું કે, મોદી સરકાર ચર્ચાથી ડરે છે. સંસદમાં ચર્ચા થશે તો મોદી સરકારની રાષ્ટ્રવિરોધી, લોકશાહીવિરોધી ઇરાદોઓ દેશવાસીઓ સામે ખૂલ્લા પડી જશે. મોદી સરકાર દ્વારા દેશની લોકશાહીના મૂલ્યોનું સતત ઉલ્લંઘન થઇ રહ્યું છે, તે બંધ કરવું જોઇએ. કોંગ્રેસ સંસદની બેઠકોનો બહિષ્કાર કરી રહી છે.

rahul gandhi

નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર સંસદની કાર્યવાહીમાં વિપેક્ષ ઉભા કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ ઇરાદાપૂર્વક ગૃહની કામગીરી ચાલવા દેતી નથી, કે ચર્ચા પણ કરતી નથી. વડાપ્રધાન મોદીએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સંસદની બેઠકનો બહિષ્કાર કરી રહી છે, જો તેમને ચર્ચા માટે બોલાવવામાં આવે તો તેઓ આવતા નથી.

કોરોના મહામારી અંતર્ગત એક બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસે તેમાં ભાગ લીધો ન હતો, આ સાથે અન્ય પક્ષોને બેઠકમાં ભાગ લેતા અટકાવે છે. વડાપ્રધાન મોદીએ ભાજપના સાંસદોને કોંગ્રેસ શું કરી રહ્યું છે? તે લોકો સમક્ષ લઇ જવા જણાવ્યું હતું.

English summary
On Wednesday, a joint meeting of the opposition was held before the proceedings of Parliament, after which Congress leader Rahul Gandhi while talking to the media said that 'we do not want to compromise on burning issues like inflation, Pegasus and farmers. We want discussion on all these issues only in the House. The opposition wants to raise issues of national interest in Parliament but the government is conspiring to defame it. we will ever not to do any compromise on inflation, Pegasus and farmers issues said rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X