For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન

વલસાડના ધરમપુરમાં નિર્માણ થયેલ 250 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે બપોરે 3-30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડના ધરમપુરમાં નિર્માણ થયેલ 250 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે બપોરે 3-30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે.

SRH

શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ગુરૂદેવ રાકેશજીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી નીમિષા સુથાર સહિત જિલ્લાના તમામ ધારાસભ્યોઓ પણ ઉપસ્થિત રહેશે.

શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનારા આ ઉદઘાટન સમારોહમાં 75000થી વધુ લોકો ઉમટશે. ધરમપુર ખાતે નિર્માણ થયેલ આ ભવ્ય હોસ્પિટલના કારણે વલસાડ અને નવસારી સહિત નજીકના વિસ્તારમાં આરોગ્યની ઉત્તમ સુવિધા લોકોને ઉપલબ્ધ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

English summary
Prime Minister will inaugurate Shrimad Rajchandra Hospital in Dharampur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X