• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં કોરોના બન્યો કાળ, એક જ દિવસમાં 15 મોત

|
Google Oneindia Gujarati News

રાજકોટ : પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે મૃત્યુદરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવારના રોજ સૌરાષ્ટ્રમાં કોવિડની સારવાર દરમિયાન કુલ 15 લોકોના મોત થયા છે. સોમવારના રોજ સૌરાષ્ટ્રમાં 11 લોકો કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા હતા.

મૃતકોમાં રાજકોટ શહેરમાં ચાર, રાજકોટ ગ્રામ્ય અને ભાવનગર શહેરમાં બે-બે, જામનગર શહેર, અમરેલી, જામનગર ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક-એક અને ભાવનગર ગ્રામ્યમાં ત્રણ દર્દીઓનો સમાવેશ થાય છે.

આ સાથે મંગળવારના રોજ રાજકોટ શહેરમાં કુલ 475 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 160 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જામનગર જિલ્લામાં 116 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ભાવનગર જિલ્લામાં મંગળવારના રોજ 92 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો રાજ્યમાં મંગળવારના રોજ 8,338 નવા કેસ નોંધાયા છે. આ સાથે 38 દર્દીઓના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 16,629 છે.

જો કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2702, સુરતમાં 394, વડોદરામાં 2196 અને રાજકોટમાં 635 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,511 થયો છે. તો રાજ્યમાં કુલ 10,83,022 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 75,464 એક્ટિવ કેસ છે.

English summary
15 deaths in a single day due to Corona in Saurashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X