16 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં મંગળવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 2 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

16 march Covid Update : રાજકોટ શહેરમાં મંગળવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 2 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 2 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં મંગળવારના રોજ કોવિડ 19 ના 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.આ સાથેછેલ્લા 24 કલાકમાં 63 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 14, વડોદરામાં 4, રાજકોટમાં 0, સુરતમાં3, બનાસકાંઠામાં 2 અને દાહોદમાં 1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,939 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,250 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 472 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,876 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,884 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 98 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.

  • એક્ટિવ કેસ : 32,811 (0.08 ટકા)
  • કુલ રિકવરી : 4,24,50,055
  • મૃત્યુઆંક : 5,16,072
  • કુલ રસીકરણ : 1,80,60,93,107
અત્યાર સુધીમાં 4,24,50,055 કોવિડ રિકવરી

અત્યાર સુધીમાં 4,24,50,055 કોવિડ રિકવરી

બુધવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,24,50,055 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો180.60 કરોડને પાર પહોંચી ગયો છે.

આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાત કરીએ તો આ સંખ્યા 98 હતી. અત્યાર સુધીમાં આ આંકડો5,16,072 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X