For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

280 કરોડના હેરોઈન કેસ : ગુજરાત ATSને મળી મોટી સફળતા

કચ્છના દરિયાકાંઠેથી રૂપિયા 280 કરોડના હેરોઈન જપ્ત કરવાના સંબંધમાં ભુજની વિશેષ અદાલત દ્વારા ગુરુવારના રોજ એક અફઘાન રેફ્યુઝી અને દિલ્હીના એક યુવકને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ની 12 દિવસની કસ્ટડીમાં મોકલાયા હતા.

|
Google Oneindia Gujarati News

કચ્છના દરિયાકાંઠેથી રૂપિયા 280 કરોડના હેરોઈન જપ્ત કરવાના સંબંધમાં ભુજની વિશેષ અદાલત દ્વારા ગુરુવારના રોજ એક અફઘાન રેફ્યુઝી અને દિલ્હીના એક યુવકને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ની 12 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ats

સંયુક્ત ઓપરેશનમાં બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી

ATSએ અફઘાનિસ્તાનના કંદહારના 29 વર્ષીય અબ્દુલરાબ અબ્દુલખાલેક કાકર અને દિલ્હીના જામિયા નગરના રહેવાસી 28 વર્ષીય અવતાર સિંઘ ઉર્ફે સન્ની સંધુને ભુજની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ માટે ડેઝિગ્નેટેડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જે દરમિયાન તેમને 14 દિવસ માટે તેમની કસ્ટડી માગી હતી. જોકે, કોર્ટે ATSને 9 મે ના રોજ સાંજે 5 વાગ્યા સુધી 12 દિવસ માટે તેમની કસ્ટડી મંજૂર કરી હતી, એમ વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું. ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.

ઝૈદી, સંધુ, કાકર અને અમીર 56 કિલો હેરોઈનના કન્સાઈનમેન્ટના ઈરાદાપૂર્વક રિસીવર હતા

ગોસ્વામીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, કક્કર જામિયા નગરના રાજી હૈદર ઝૈદી, સંધુ અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી ઈમરાન અમીર માટે દુભાષિયા તરીકે કામ કરતો હતો. તે અફઘાનિસ્તાનની ભાષાઓ તેમજ ફારસી અને હિન્દી જાણે છે અને ભારતમાં રૂપિય 280 કરોડની કિંમતના હેરોઈનની દાણચોરીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. ATSના વડા દીપન ભદ્રને જણાવ્યું હતું કે, ઝૈદી, સંધુ, કાકર અને અમીર 56 કિલો હેરોઈનના કન્સાઈનમેન્ટના ઈરાદાપૂર્વક રિસીવર હતા, જે જાખાઈ કિનારેથી અટકાવવામાં આવ્યા હતા.

English summary
280 crore heroin case: Gujarat ATS gets big success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X