For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારના ગુનામાં 3 દોષિતોને આજીવન કેદની સજા

સ્પેશિયલ ન્યાયાધીશ અને ત્રીજા વધારાના સેશન્સ જજ ઝંખાન ત્રિવેદીએ મનસુખ સોલંકી (35), સંજય મકવાણા (25) અને મુસ્તફા શેખ (35)ને બળાત્કાર અને પોક્સો એક્ટની જોગવાઈઓ માટે દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : પોલીસે ચાર્જશીટ દાખલ કર્યાના 52 દિવસમાં, ભાવનગરની કોર્ટે 11 અને 12 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ 15 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર કરનારા ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ ન્યાયાધીશ અને ત્રીજા વધારાના સેશન્સ જજ ઝંખાન ત્રિવેદીએ મનસુખ સોલંકી (35), સંજય મકવાણા (25) અને મુસ્તફા શેખ (35)ને બળાત્કાર અને પોક્સો એક્ટની જોગવાઈઓ માટે દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી છે. ત્રણેય અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેશે. કોર્ટે બળાત્કાર પીડિતાને છ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે.

gang rape

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર પોલીસે એફઆઈઆર નોંધ્યાના 24 કલાકમાં 'રેકોર્ડ'માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસનની આગેવાની હેઠળ 60 થી વધુ પોલીસો તપાસમાં જોડાયા હતા. ભાવનગર જિલ્લા સરકારી વકીલ મનોજ જોશીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી હતી.

ફરિયાદી પક્ષે આ કેસમાં દસ્તાવેજી પુરાવા સિવાય 26 સાક્ષીઓ રજૂ કર્યા હતા. 24 કલાકની અંદર પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત 70 જેટલા દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા, મેજિસ્ટ્રેટની સામે સીઆરપીસી 164 હેઠળ બળાત્કાર પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. બળાત્કાર પીડિતાના નમૂનાઓ, આરોપીના કોલ ડિટેઈલ રેકોર્ડ, છોકરી અને આરોપીના મેડિકલ રિપોર્ટ જપ્ત કરવાની તપાસ હાથ ધરી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા હસને જણાવ્યું હતું કે, ફોરેન્સિક રિપોર્ટ સિવાય, અમે 24 કલાકમાં કોર્ટ સમક્ષ તમામ પુરાવા અને દસ્તાવેજો સબમિટ કર્યા હતા. અમને એક અઠવાડિયામાં ફોરેન્સિક રિપોર્ટ મળી ગયો હતો. અમે ખુશ છીએ કે, અમારી ઝડપી તપાસમાં કોઈ ખામી રહી નથી અને તમામ આરોપીઓને સજા મળી છે.

નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મનસુખ સોલંકી બળાત્કાર પીડિતાનો પાડોશી હતો અને તેણે 12 ફેબ્રુઆરીના રોજ તેણીને કારમાં બેસાડી લલચાવી હતી, જ્યારે તેણી સંમત થઈ, ત્યારે બે બે આરોપીઓ તેની સાથે જોડાયા હતા અને ભાવનગર-અલંગ હાઈવે પર તેણી પર કારમાં બળાત્કાર ગુજાર્યો હતો.

જે બાદ ત્રણેય યુવતીને અલંગ નજીક હાઈવે પર લઈ ગયા અને ત્રાપજ ગામ નજીક એક નિર્માણાધીન બ્રિજ નીચે કાર ભગાડી ગયા, જ્યાં તેઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ શેખ ત્યાંથી નીકળી ગયો હતો, જ્યારે સોલંકી અને મકવાણા યુવતીને કારમાં લઈને ભાવનગર જવા નીકળ્યા હતા. લગભગ 1:30 વાગ્યે, તેઓ કેટલાક નાસ્તા માટે હાઇવે હોટલ પર રોકાયા હતા. હોટલ માલિકે કારમાં યુવતીને રડતી જોઈ અને તેણે તરત જ અલંગ પોલીસને જાણ કરી હતી.

English summary
3 convicts sentenced to life in prison for gang raping 15 year old girl.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X