31 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
ભારતમાં ગુરુવારના રોજ કોરોના સંક્રમણના 1,225 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કારણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,30,24,440 પર પહોંચી છે. આ સાથે દેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 28 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.
31 march Covid Update : ભારતમાં ગુરુવારના રોજ કોરોના સંક્રમણના 1,225 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કારણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,30,24,440 પર પહોંચી છે. આ સાથે દેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 28 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ મૃત્યુની સંખ્યા 5,21,129 થઈ ગઈ છે.
હાલમાં એક્ટિવ કેસમાં કુલ સંક્રમણના 0.03 ટકાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટામાં દેશમાં 14,704 સક્રિય કેસ દર્શાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં બુધવારના રોજ 1,233 નવા કોવિડ 19 કેસ નોંધાયા હતા, આ સાથે 31 કોવિડ સંબંધિત મૃત્યુ પણ નોંધાયા હતા.

વૈશ્વિક સાપ્તાહિક ટોલ 43 ટકા વધ્યો કારણ કે ભારત જૂના મૃત્યુને સમાયોજિત કરે છે : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારના રોજ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે કોવિડ -19 થી થતા મૃત્યુમાં 43 ટકા નો વધારો થયો છે, જે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં નોંધાયેલા 'રેટ્રોસ્પેક્ટિવ એડજસ્ટમેન્ટ' સહિતના પરિબળોને કારણે છે.
કોવિડ 19 સાપ્તાહિક એપિડેમિયોલોજિકલ અપડેટમાં જણાવાયું છે કે, જાન્યુઆરીના અંતથી માર્ચ 2022ની શરૂઆતની વચ્ચે, નવા કોવિડ-19 કેસોની સંખ્યામાં ઘટાડો થવાનો ટ્રેન્ડ હતો, જે કેસોમાં સતત બે અઠવાડિયામાં વધારો થયો હતો.
અપડેટમાં જણાવાયું છે કે, માર્ચ 21 થી 27, 2022 ના અઠવાડિયા દરમિયાન, નવા કેસોની સંખ્યામાં પાછલા અઠવાડિયાની તુલનામાં 14 ટકાના ઘટાડા સાથે ફરીથી ઘટાડો થયો હતો.
બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન, નવા સાપ્તાહિક મૃત્યુની સંખ્યામાં 43 ટકા નો વધારો થયો છે, જે અમેરિકાના પ્રદેશ (ચિલી અને યુએસ) ના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં આવેલા કેટલાક દેશોમાં અને ભારત તરફથી અહેવાલ કરાયેલી રેટ્રોસ્પેક્ટિવ એડજસ્ટમેન્ટ દ્વારા કોવિડ 19 મૃત્યુની વ્યાખ્યામાં ફેરફારને કારણે સંભવ છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં બુધવારના રોજ કોવિડ 19 ના 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.
આ સાથેછેલ્લા 24 કલાકમાં 37 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 04 અને વડોદરામાં 02 કેસ નોંધાયાહતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,829 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 122 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેરમાં બુધવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 3 કોરોના દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવકેસમાં ઘટાડો થયો છે.
રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં એકપણ ડિસ્ચાર્જ થયો નથી.રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં3322 લોકોએ તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1213 લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારીઓ
અત્યાર સુધી લોકો કોરોનાની ત્રીજા લહેરથી પીડાઇ રહ્યા હતા. હવે સરકાર કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ચોથાવેવની ચર્ચા થઈ રહી છે. આવા સમયે, કેટલાક નિષ્ણાતો જૂનમાં તેના આગમનની આગાહી કરી રહ્યા છે.
સરકારના નિષ્ણાત ડૉ. એન. કે. અરોરાએ કહ્યું છે કે, કોરોનાની ચોથી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં ગટરનાપાણીના સેમ્પલિંગ પણ કરીશું. તેમણે કહ્યું કે, આ રીતે સમુદાય સ્તરે પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં આવશે.
આવા સમયે, દેશભરમાં 12 થી 14 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ 15 થી 18 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું હતું. જો જોવામાં આવે તો,સરકારે મોટાભાગની વસ્તીને રસીકરણના દાયરામાં લાવી છે. નાના બાળકો માટે પણ રસી હોવી જોઈએ, અત્યારે તેની ટ્રાયલ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
