For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવિધ સરકારી સહાય અંગે માર્ગદર્શન કાર્યક્રમ 24 ઓગસ્ટના રોજ યોજાશે

સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનોઓ વિશે જાણકારી આપતો મુલાકાતલક્ષી કાર્યક્રમ મંગળવારના રોજ બપોરે દોઢ કલાકે અને રાત્રે દસ કલાકે યોજાશે.

|
Google Oneindia Gujarati News

સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનોઓ વિશે જાણકારી આપતો મુલાકાતલક્ષી કાર્યક્રમ મંગળવારના રોજ બપોરે દોઢ કલાકે અને રાત્રે દસ કલાકે યોજાશે. જેમાં અનુસુચિત જાતી કલ્યાણ કચેરીના નાયબ નિયામક સી. એન. મિશ્રા દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય અંગે યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે.

government schemes

દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ દ્વારા સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનોઓ વિશે જાણકારી આપતો મુલાકાતલક્ષી કાર્યક્રમ મંગળવારના રોજ 24 ઓગસ્ટ, 2021ના રોજ બપોરે દોઢ કલાકે અને રાત્રે 10 કલાકે માહિતીસભર ચર્ચાનું પ્રસારણ ડી.ડી. ગીરનાર ચેનલ પર સમગ્ર ભારતમાં ટેલીકાસ્ટ કરવામાં આવશે.

સમાજમાં સામાજિક સમરસતા જળવાય અને રાજ્યમાં વસતા તમામ વર્ગો સુધી સર્વાંગીણ વિકાસ માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, જેથી સમાજનો છેવાડાનો માનવી પણ મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે અને સશક્ત અને સમર્થ ગુજરાતના નિર્માણની દિશામાં મક્કમ આગેકૂચ કરી શકાય.

આ કાર્યક્રમમાં અનુસુચિત જાતિના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે અનેક યોજના ઘડી છે, તે અંગે માહિતી આપવામાં આવશે. જેમાં આ મુજબના સવાલોની ચર્ચા કરવામાં આવશે.

  • અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનું મુખ્ય કાર્ય શું છે ?
  • અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અનુસૂચિત જાતિ વર્ગના લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે?
  • અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ખાસ કરીને ધોરણ 10 પાસ થાય તે પછીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ મળે છે કે કેમ ?
  • ફ્રી શીપ કાર્ડ કેવી રીતે નીકળે છે? તેની પ્રક્રિયા શું છે અને તેની અવધિ શું છે?
  • ધોરણ 12 પછી લેવાતી વિવિધ પરીક્ષાઓના તાલીમ વર્ગો માટે કોઈ યોજના કચેરીએ કરી છે કેમ?
  • ડોક્ટર, વકીલ કે અન્ય પ્રોફેશનલ ડિગ્રી મેળવ્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક લોન કે સહાય આપવામાં આવે છે કે કેમ ?
  • ગ્રેજ્યુએટ થયા બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં વર્ગ એક, બે કે ત્રણના કર્મચારીઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈ વર્ગો શરૂ કરવામાં આવે છે કે, કેમ અને ખાનગી વર્ગો માટે ભરવાની થતી ફી સંબંધે કોઈ આર્થિક સહાય મળે છે કે કેમ?
  • વિદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને લોન મળે છે કે કેમ? અને તેની ભરપાઈ કરવાનો સમયગાળો શું છે ?
  • લોન મેળવવા માટે કેવા પ્રકારનાં દસ્તાવેજોની જરૂરિયાત રહે છે?
  • PhD કે એમફિલનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળતી હોય તો તેની માહિતી ક્યાંથી મળે?
  • ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે સહાય મળે છે કે કેમ?
  • વર્તમાન સમાયમાં હવાઈ જહાજના ક્ષેત્રમાં રોજગારીની ઉજળી તકો પ્રાપ્ત થઇ રહી છે. કોમર્શિયલ પાયલોટનો અભ્યાસ ઘણો ખર્ચાળ છે, ત્યારે આ કોર્ષ કરવા માટે લોન કે સહાય મળે છે કે કેમ ?

આ કાર્યક્રમમાં અનુસુચિત જાતિના અનેક વિદ્યાર્થીઓને મૂંજવતા અનેક પ્રશ્નોનાં સચોટ જવાબ અનુસુચિત જાતિ કલ્યાણ કચેરી, રાજકોટના નાયબ નિયામક સી. એન. મિશ્રા દ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે, જ્યારે નિર્માણ સંજય સાગઠીયા દ્વારા કરવામાં આવ્યું છે.

English summary
An interview program giving information about various schemes of the Social Welfare Department will be held on Tuesday at 1.30 pm and 10 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X