For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન!! પુરૂષોને આવી રીતે સેક્સની જાળમાં ફસાવાય છે

વાસનાની લાલચનો શિકાર બનેલા સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું 17 ફેબ્રુઆરીના રોજ રાજકોટના બામણબોર નજીક અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં રૂપિયા 91,000ની રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : વાસનાની લાલચનો શિકાર બનેલા સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું 17 ફેબ્રુઆરીના રોજ રાજકોટના બામણબોર નજીક અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં રૂપિયા 91,000ની રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે સોમવારના રોજ આ ઘટનાના સંબંધમાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. અન્ય ત્રણ આરોપીઓ હજૂ ફરાર છે.

girls

સુરેન્દ્રનગરના લીંબડી નજીકના એક ગામમાં રહેતા એકાઉન્ટન્ટ સવજી કારિયા (35)એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે જીતુ જસાણી (25), તેના લિવ ઈન પાર્ટનર જાનકી ઉપરા (26) અને રાહુલ નિમાવતની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, મુખ્ય આરોપી સંદીપ ગોપિયાણી, તેની પત્ની નિકિતા અને જયદીપ ગોહિલની ધરપકડ કરવાની બાકી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ ફરિયાદ મુજબ, કારિયા 2021માં ગોપિયાણી અને નિકિતા ઉર્ફે પૂજાના સંપર્કમાં આવ્યો હતો. દંપતી લીંબડી-અમદાવાદ હાઈવે પરની એક હોટલમાં કામ કરતા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે જામનગરમાં શિફ્ટ થયા હતા. ગયા વર્ષે દિવાળી દરમિયાન આરોપી બંનેએ ફરી કારિયાનો સંપર્ક કર્યો હતો. ત્યારપછી નિકિતા કારિયાના સંપર્કમાં રહી અને તેને રાજકોટ આવીને મળવા બોલાવતી હતી. 17 ફેબ્રુઆરીએ, નિકિતાએ કારિયાને ફોન કર્યો અને તેને કહ્યું કે, તેનો પતિ શહેરની બહાર છે અને તેને તેની સાથે રાત વિતાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

ઓફરથી લલચાઈને કારિયા તેની કારમાં રાજકોટ શહેરની બહાર ગ્રીનલેન્ડ ચોકડી તરફ ગયો હતો. નિકિતા તેની મિત્ર જાનકી સાથે ત્યાં આવી અને કારિયાને કહ્યું કે, પ્લાનમાં એક નાનો ફેરફાર છે. તેણીએ કારિયાને ચોટીલા લઈ જવા કહ્યું, જ્યાં તેઓ ગેસ્ટ હાઉસમાં રોકાશે.

બેટી ગામ નજીક બામણબોર ટોલ ગેટ ઓળંગ્યા પછી તરત જ, જાનકીએ કારિયાને કુદરતી હાજતે જવાના બહાને ખેંચી લેવા જણાવ્યું હતું. કારિયાએ કાર રોકતાં જ અન્ય કારમાં તેમની પાછળ આવેલા અન્ય આરોપીઓ કારમાં ઘૂસી ગયા હતા અને કારને રાજકોટ તરફ ભગાડી મૂકી હતી.

કારમાં જ આરોપીઓએ કારિયાને માર માર્યો હતો. બે આરોપીઓએ પણ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તેમની મુક્તિ માટે તેઓએ 1.51 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેઓએ કારિયાના ખિસ્સામાંથી રૂપિયા 8,500 રોકડા લીધા અને મધ્યરાત્રિએ 150 ફૂટ રોડ પર આવેલા એટીએમમાંથી રૂપિયા 38,000 ઉપાડવા દબાણ કર્યું હતું.

જે બાદમાં આરોપીએ તેના બે મોબાઈલ ફોન આંચકી લીધા હતા અને તેને કાર સાથે છોડી મૂક્યો હતો. કારિયા શરૂઆતમાં પોલીસને આ બાબતની જાણ કરતાં ડરી ગયો હતો, પરંતુ તેના મોબાઈલનો ગુનાહિત પ્રવૃત્તિ માટે દુરુપયોગ થઈ શકે છે, તેવા ડરથી તેણે રવિવારના રોજ પોલીસનો સંપર્ક કર્યો હતો.

English summary
Accountant caught in sex trap, robbery and kidnapping by three accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X