For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકના ક્લાર્કે આવી રીતે કરી રૂપિયા 1.92 કરોડની ઉચાપત

મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના એક ક્લાર્ક સામે બેંકના ગ્રાહકોની નકલી સહીઓ અને અકાઉન્ટ બુકમાં ખોટી એન્ટ્રી કરીને બેંકના ખાતામાંથી રૂપિયા 1.92 કરોડ ઉપાડી લેવા બદલ ગુનો નોંધાયો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના એક ક્લાર્ક સામે બેંકના ગ્રાહકોની નકલી સહીઓ અને અકાઉન્ટ બુકમાં ખોટી એન્ટ્રી કરીને બેંકના ખાતામાંથી રૂપિયા 1.92 કરોડ ઉપાડી લેવા બદલ ગુનો નોંધાયો હતો.

બેંકની મોરબી શાખાના ડેપ્યુટી મેનેજર ધર્મેશ મોરેની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ક્લાર્ક પ્રકાશ નકુમ સામે છેતરપિંડી, બનાવટી સહી અને ભારતીય દંડ સંહિતા (IPC) ની અન્ય વિવિધ કલમો માટે ગુનો નોંધ્યો હતો.

embezzled

ફરિયાદ મુજબ, 2019 થી 2021 ની વચ્ચે નકુમે ખાતાધારકોની જાણ વગર તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સમય પહેલા ઉપાડી લીધી હતી. મોરે આક્ષેપ કર્યો હતો કે, નકુમે ખાતાધારકોની નકલી સહીઓ અને બેંક સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રી કરીને રૂપિયા 1.92 કરોડની 59 એફડી સમય પહેલા ઉપાડી લીધી હતી. નકુમે નેટ બેંકિંગ દ્વારા બેંકમાંથી પૈસા તેના જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર પણ કર્યા હતા.

આ છેતરપિંડી આ વર્ષે જુલાઈમાં સામે આવી હતી, જ્યારે એક એફડી ધારકે તેની ફિક્સ ડિપોઝિટનો દાવો કરવા માટે બેંકનો સંપર્ક કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે, રકમ પહેલેથી જ ઉપાડવામાં આવી છે.

બેંકે તપાસ શરૂ કરી જેના કારણે તેઓ નકુમ સુધી પહોંચી ગયા. પોલીસે જણાવ્યું કે, રવિવારે રાત્રે બેંક અધિકારીએ ઔપચારિક રીતે નકુમ વિરુદ્ધ છેતરપિંડી, બનાવટી ફરિયાદ નોંધાવી હતી, જે હાલ ફરાર છે.

English summary
Bank clerk embezzled Rs 1.92 crore in such way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X