For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પોઝિટિવ રેટ ઘટીને 16.16 ટકા, જાણો દેશ, રાજ્ય અને સૌરાષ્ટ્રમાં શું છે કોરોનાની પરિસ્થિતિ?

દેશમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દેશમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ લગભગ ત્રણ લાખ સુધી પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દેશમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ લગભગ ત્રણ લાખ સુધી પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,85,914 નવા કેસ નોંધાયા છે, જ્યારે 665 લોકોના મોત થયા છે.

આવા સમયે 2,99,073 લોકોને કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની વાત કરીએ તો, આ સંખ્યા 22,23,018 છે, જ્યારે દૈનિક હકારાત્મકતા દર 16.16 ટકા છે. સારી વાત એ છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 1,63,58,44,536 ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16,608 લોકો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારના રોજ 17,467 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. આ સાથે 28 કોરોના દર્દીના મોતથયા છે.

જેમાં અમદાવાદમાં 10, સુરતમાં 02, વડોદરામાં 02, સુરતમાં 03 અને જામનગરમાં 4 તેમજ બોટાદ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, ખેડા, નવસારી અનેમહેસાણા જિલ્લામાં એક એક મોત નોંધાયું છે.

એક્ટિવ કેસ 1 લાખને પાર

એક્ટિવ કેસ 1 લાખને પાર

જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો, આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર હાલ કુલ 1,34,261 એક્ટિવ કેસ છે, જેમાંથી 255 દર્દીઓવેન્ટિલેટર પર છે, જ્યારે 1,34,006 દર્દીઓ સ્થિર હાલતમાં છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,302 છે. આ સાથે રાજ્યમાં કુલ 9,48,405 દર્દીઓ કોરોના મુક્ત થયા છે, જ્યારેરાજ્યનો રિકવરી રેટ 86.77 ટકા થયો છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં કુલ મળીને 1,376 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં 273 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં 357 કેસ નોંધાયા છે અને 2 મોતનોંધાયા છે.

આ સાથે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 89 કેસ નોંધાયા છે આ સાથે 2 દર્દીઓએ પોતાનો જીવ ગૂમાવ્યો છે.

આ સાથે સુરેન્દ્રનગરમાં 124 કેસ નોંધાયા છે. આસાથે મોરબીમા 254 અને ભાવનગરમાં 22 કેસ અને 1 મોત નોંધાયું છે.

English summary
Corona's positive rate dropped to 16.16 per cent, know what is Corona's situation in the country, state?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X