For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AIIMS રાજકોટ દ્વારા ડેડડિક્શન ક્લિનિક ખોલવામાં આવ્યું

એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) રાજકોટ ખાતે મંગળવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ડેડડિક્શન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) રાજકોટ ખાતે મંગળવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ડેડડિક્શન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. AIIMS રાજકોટે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેનો આઉટડોર પેશન્ટ વિભાગ (OPD) શરૂ કર્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓગસ્ટ 2023 સુધીમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરશે.

 AIIMS Rajkot

AIIMS મુજબ, ગુજરાતમાં 24 ટકા પુરૂષો અને 8 ટકા સ્ત્રીઓ એક યા બીજા સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તમાકુના ઉપયોગના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવે છે.

AIIMS રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સી. ડી. એસ. કટોચે જણાવ્યું હતું કે, અમે મનોચિકિત્સા વિભાગ હેઠળ વ્યસન સારવાર ક્લિનિક શરૂ કર્યું છે. આ ક્લિનિક તમાકુના વપરાશકારોને વિશેષ સારવાર અને કાઉન્સેલિંગ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમને તમાકુનો ઉપયોગ છોડવા અથવા ઘટાડવા માટે સહાયની જરૂર હોય છે.

ડૉ. ગાયત્રી ભાટિયા ડેડડિક્શન ક્લિનિકનું નેતૃત્વ કરશે, જે સોમવારથી શનિવાર સુધી ખુલ્લું રહેશે. તમાકુના ઉપયોગની વિકૃતિ અને અન્ય પદાર્થોના ઉપયોગની સમસ્યાઓથી પીડાતા દર્દીઓને દવાની સાથે સાથે ક્લિનિકમાં કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે.

English summary
Deaddiction Clinic opened by AIIMS Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X