For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

84 હોસ્પિટલોમાં ફાયર ઇન્સ્પેક્શન, દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, છત પડતાં 3 વર્ષની બાળકીનું મોત

RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના ફાયર વિભાગે બુધવાર અને ગુરુવારે 84 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના ફાયર વિભાગે બુધવાર અને ગુરુવારે 84 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. ફાયર સેફ્ટી સિસ્ટમના અભાવે ત્રણ હોસ્પિટલને ઇન્ડોર પેશન્ટ સેવાઓ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું.

RMC

આરએમસીના જણાવ્યા અનુસાર કાલાવડ રોડ પર આવેલી સ્પંદન હોસ્પિટલ, વિદ્યાનગર રોડ પરની યશ હોસ્પિટલ અને આનંદ બંગલા ચોકમાં આવેલી પરિતોષ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા હોવાનું જણાયું હતું. RMC અધિકારીઓએ હોસ્પિટલોને નોટિસ પાઠવી હતી અને સત્તાવાળાઓને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો અનુસાર ઇન્ડોર દર્દીઓને દાખલ ન કરવા નિર્દેશ આપ્યો હતો.

છત પડવાને કારણે 3 વર્ષીય બાળકીનું મોત

રાજકોટ : કચ્છના આદિપુર શહેરમાં ગુરુવારની સવારે તેમના જર્જરિત મકાનની છત તૂટી પડતાં ત્રણ વર્ષની બાળકી નંદુ સાહીનું મૃત્યુ થયું હતું અને તેની માતા નિર્મલા (36) ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સવારે 6.30 કલાકે બની જ્યારે પરિવાર સૂતો હતો. બાળકીના પિતા પંકજને સામાન્ય ઈજા થઈ હતી. પરિવાર નેપાળથી સ્થળાંતર કરીને કચ્છમાં મજૂરી કામ કરતો હતો.

દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ : શહેરમાં બુધવારના રોજ મજૂરીના બાકી લેણાં ન મળવાના કારણે રાજકોટના એક દંપતીએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અમિત કોરિયા (36) અને તેની પત્ની અંજુ (35)ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. મોરબી રોડ પર નવનિર્મિત નર્સિંગ હોસ્ટેલમાં દંપતીએ વોલ પેઈન્ટીંગનું કામ કર્યું હતું. આ કામ માટે તેમને 80,000 રૂપિયા ચૂકવવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને માત્ર 30,000 રૂપિયા મળ્યા હતા. બુધવારના રોજ જ્યારે તેઓએ બાકીની ચુકવણી માટે પૂછ્યું ત્યારે કોન્ટ્રાક્ટરે ના પાડી, તેથી તેઓએ ઝેર પી લીધું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

English summary
Fire inspections at 84 hospitals, couple attempts suicide, 3 year old girl dies after falling from roof
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X